Site icon Gujarat Mirror

હિટ એન્ડ રન : મુંજકા પાસે કાર અડફેટે રિક્ષાચાલક આધેડનું મોત

અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળશહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલમુંજકા ચોકડી પાસે બેકાબૂ કારે ઠોકરે લેતા રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે અકસ્માત બાદ નાસી જનાર કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાસે રહેતા રિક્ષાચાલક રાજુ ઉર્ફે રાજેશગીરી ઇશ્વરગીરી ગોસ્વામી નામના 52 વર્ષના આધેડ તેની રિક્ષા લઇને જતા હતા ત્યારે 150 ફૂટ રિંગ રોડ પર મુંજકા ચોકડી પાસે કારે રિક્ષાને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રિક્ષાચાલક રાજુ ઉર્ફે રાજેશગીરી ગોસ્વામીને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ રત્નું સહિતે તપાસ કરતા મૃતકને સંતાનમાં એક પુત્રી હોવાનું અને અગાઉ તેના પુત્રનું અવસાન થયાનું તેના પરિવારે જણાવતા પોલીસે અકસ્માત બાદ નાસી જનાર કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Exit mobile version