જામનગરની આયુષ કેન્સર હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: પ્રથમ વખત અન્નનળીના કેન્સરની જટિલ સર્જરી સફળ

જામનગરની આયુષ કેન્સર હોસ્પિટલે દ્વારકાના 57 વર્ષીય દર્દી પર અન્નનળીના કેન્સર (કર્સિનોમા ઇકોફેગસ) ની અત્યંત જટિલ ’ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક કરીને હાલાર પંથકમાં નવો તબીબી…

જામનગરની આયુષ કેન્સર હોસ્પિટલે દ્વારકાના 57 વર્ષીય દર્દી પર અન્નનળીના કેન્સર (કર્સિનોમા ઇકોફેગસ) ની અત્યંત જટિલ ’ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક કરીને હાલાર પંથકમાં નવો તબીબી ઇતિહાસ રચ્યો છે. અગાઉ માત્ર મેટ્રો શહેરોમાં જ શક્ય બનતી આ 8 કલાક લાંબી મેજર સર્જરી, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો. સુભાશ દત્તા અને તેમની ટીમ દ્વારા અદ્યતન વિએટીએસ ટેક્નોલોજીની મદદથી કરવામાં આવી હતી. ગળે ખોરાક ન ઉતારી શકતા આ દર્દી હવે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને જલ્દીથી સામાન્ય ખોરાક લઈ શકશે.

આ સમગ્ર અત્યાધુનિક સારવાર, જેમાં ડો. કુલદીપ જોષીના માર્ગદર્શન હેઠળ અપાયેલી રેડિયેશન થેરાપીનો પણ સમાવેશ થાય છે, તે PMJAY (આયુષ્માન કાર્ડ) યોજના હેઠળ સંપૂર્ણ નિ:શુલ્ક કરવામાં આવી હતી. આયુષ કેન્સર હોસ્પિટલે દર્દી અને તેમના સગા-સંબંધીઓ માટે રહેવા-જમવાની સુવિધા પણ પૂરી પાડીને સ્થાનિક સ્તરે જ વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવી છે, જેનાથી દર્દીઓના સમય અને નાણાં બંનેની મોટી બચત થઈ છે.