‘કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડા હૈ’.. દિલજીત દોસાંઝનો ઇન્દોરમાં આક્રમક અંદાજ

મશહૂર પંજાબી સિંગર દિલજીત દોસાંઝનો જાદુ હાલ તેમના ’AURA ઈન્ડિયા ટૂર 2026’ દ્વારા સમગ્ર દેશમાં છવાયેલો છે. આ જ શ્રેણીમાં રવિવારે રાત્રે તેમણે મધ્ય પ્રદેશની…

મશહૂર પંજાબી સિંગર દિલજીત દોસાંઝનો જાદુ હાલ તેમના ’AURA ઈન્ડિયા ટૂર 2026’ દ્વારા સમગ્ર દેશમાં છવાયેલો છે. આ જ શ્રેણીમાં રવિવારે રાત્રે તેમણે મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં એક ધમાકેદાર લાઈવ કોન્સર્ટ કર્યો હતો. જોકે, આ શો જેટલો તેની ભવ્યતા માટે ચર્ચામાં રહ્યો, તેટલો જ તેની સાથે જોડાયેલા વિવાદો અને પ્રતિબંધોને કારણે પણ સમાચારોમાં રહ્યો, શો પહેલા બોમ્બથી ઉડાવી દેવાની નકલી ધમકીઓ અને વહીવટીતંત્રના નિયંત્રણો છતાં દિલજીતે મંચ પર ઉતરીને રાહત ઈન્દોરીના શેર સંભળાવી વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો હતો.

ઈન્દોરના ’ડિલાઈટ દસ્તૂર’ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કોન્સર્ટની શરૂૂઆત અત્યંત ઉર્જાવાન અંદાજમાં થઈ હતી, જ્યાં મંચ પર આવતાની સાથે જ દિલજીત દોસાંઝે સૌથી પહેલા ચાહકો પાસે ’જય શ્રી મહાકાલ’નો જયકારો લગાવ્યો હતો. તેમણે જનતાની વચ્ચે ખુલીને કહ્યું હતું કે આ બાબા મહાકાલની પવિત્ર નગરી છે અને અહીં આવતા તેમને કોઈ રોકી શકે તેમ નથી. દિલજીતે પોતાના બેબાક અંદાજમાં જણાવ્યું હતું કે તેઓ ન તો પહેલા ક્યારેય ડર્યા હતા અને ન તો આજે ડરે છે, અને આ તેમના ચાહકોની જ તાકાત છે જેના કારણે તેઓ આજે અહીં ઊભા રહીને પરફોર્મ કરી રહ્યા છે.

વહીવટીતંત્ર તરફથી કોન્સર્ટ દરમિયાન કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા અને 4 વિશેષ ગીતો ન ગાવાની સૂચના આપવામાં આવી હતી, જેના કારણે દિલજીતનો ગુસ્સો મંચ પર સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. તેમણે ઈન્દોરના જ મહાન અને દિવંગત શાયર રાહત ઈન્દોરીની મશહૂર ગઝલના શેર સંભળાવીને સમગ્ર મહેફિલનો મિજાજ બદલી નાખ્યો હતો, અને કટાક્ષ કરતા કહ્યું હતું કે આ નથી ગાવાનું, તે નથી ગાવાનું, આ નથી કરી શકતા, તે નથી કરી શકતા, પરંતુ અમારા મોઢેથી જે નીકળે તે જ સત્ય છે. તેમણે આગળની પંક્તિઓ દોહરાવતા કહ્યું હતું ક જિો કોઈ વિરોધ કરતું હોય, તો કરવા દો; તેનાથી કોઈ મરી જવાનું નથીવળી, આ તો માત્ર ધુમાડો છે, આકાશ પોતે નથી.