રખડતા કુતરાની સમસ્યા પર હાઇકોર્ટ દેખરેખ રાખશે

રાજ્યભરમાં આવારા કૂતરાની સમસ્યાને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટના આદેશોના અમલીકરણની દેખરેખ શરૂૂ કરી છે. કોર્ટે આ બાબતે આગળની સુનાવણી 4 ઓગસ્ટે નક્કી કરી છે. ત્યાં…

રાજ્યભરમાં આવારા કૂતરાની સમસ્યાને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટના આદેશોના અમલીકરણની દેખરેખ શરૂૂ કરી છે. કોર્ટે આ બાબતે આગળની સુનાવણી 4 ઓગસ્ટે નક્કી કરી છે. ત્યાં સુધીમાં રાજ્ય સરકાર અને અન્ય સંબંધિત સત્તામંડળોએ તેમના કમ્પ્લાયન્સ અહેવાલ કોર્ટમાં રજૂ કરવાના રહેશે.

સુપ્રીમ કોર્ટે દેશની દરેક હાઈકોર્ટને સુઓ મોટો કાર્યવાહી નોંધીને આવારા કૂતરાના વ્યવસ્થાપન અંગેના તેના આદેશોના અમલની રાજ્ય કક્ષાએ દેખરેખ રાખવા નિર્દેશ આપ્યા હતા. આ આદેશો અનુસાર ગુજરાત હાઈકોર્ટે પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (PIL) નોંધી છે.

હાઈકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ અને નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને નોટિસ જારી કરી છે. આ કાર્યવાહી દરમિયાન રાજ્ય અને નગરપાલિકા સત્તામંડળોને અત્યાર સુધી લીધેલા પગલાં તેમજ કાનૂની માળખા અને સુપ્રીમ કોર્ટના આદેશો અનુસાર આગળના અમલ માટેના રોડમેપ અંગે કોર્ટને જાણ કરવાની તક મળશે. કોર્ટની આ પહેલથી રાજ્યમાં આવારા કૂતરાની સમસ્યાના અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન તરફ વધુ કેન્દ્રિત પ્રયાસો થવાની અપેક્ષા છે.