સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની AGMને હાઇકોર્ટની બ્રેક, વહીવટદારની નિમણૂક અંગે 31મી ઓગસ્ટે નિર્ણય

પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રીપીટેશન ના હિયરિંગ માં આજે હાઇકોર્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને એક વધુ તક…

પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રીપીટેશન ના હિયરિંગ માં આજે હાઇકોર્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને એક વધુ તક આપી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે 24 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પોતાનો જવાબ રજૂ કરી શકે છે. હાઇકોર્ટે વહિવટદારની નિમણુંક અંગે આખરી નિર્ણય 31 ઓગસ્ટે લેવાનું પણ જણાવ્યું છે.

કેટલાક સમયથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને વિવિધ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને હાઇકોર્ટ દ્વારા પેલી લગાવવામાં આવી હતી અને ચૂંટણી અટકાવવામાં આવી હતી. ત્યારબાદ નિવૃત ન્યાયાધીશ એમ આર શાહ ની નિમણૂક કરવામાં આવી હતી જેમાં દરેક ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને સાંભળવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે એડમિનિસ્ટ્રેટરને લઈને હાઇકોર્ટમાં ચુકાદો આવવાનો હતો પરંતુ બંને પક્ષોના વકીલ દ્વારા રજૂઆત કર્યા બાદ હાઇકોર્ટે 24 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જવાબ રજૂ કરવા જણાવ્યું છે જોકે આખરી નિર્ણય 31 ઓગસ્ટ ના રોજ સંભળાવી દેવામાં આવશે.

દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સામે વાંધા રજુ થયા બાદ પણ ક્રિકેટ એસોસિએશન દ્વારા 14 ઓગસ્ટના રોજ એજીએમ બોલાવવામાં આવી હતી. તેની સામેનો વિરોધ હાઇકોર્ટે માન્ય રાખ્યો છે અને 14 મી ઓગસ્ટના રોજ મળનારી એજીએમને અટકાવી દેવામાં આવી છે. ઉપરાંત નિવૃત્ત ન્યાયાધીશ એમ આર શાહને પણ દરેક ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓને સાંભળવા બદલ ફી ચૂકવવાનું પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જણાવ્યું છે.