આરોપીનું સરઘસ કાઢનાર વડોદરા પોલીસ પાસે હાઈકોર્ટે માગ્યો જવાબ

ગણેશ મહોત્સવ 2025માં વડોદરા શહેરમાં ભગવાન શ્રીગણેશજીની પ્રતિમા પર ઇંડા ફેકી શાંતિ ડહોળનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપી પૈકી 1 આરોપી સગીર હોવાનો…

ગણેશ મહોત્સવ 2025માં વડોદરા શહેરમાં ભગવાન શ્રીગણેશજીની પ્રતિમા પર ઇંડા ફેકી શાંતિ ડહોળનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપી પૈકી 1 આરોપી સગીર હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ મંગાવી હતી. હવે હાઈકોર્ટે પોલીસ પાસેથી માંગ્યો જવાબ માંગ્યો છે.

વડોદરામાં ગત ઓગસ્ટ મહિનામાં પાણીગેટ નજીક શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે કોર્ટની અવમાનના થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને સિટી PI સહિત 6 અધિકારીઓ સામે અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે 5 આરોપીની અરજી સ્વીકારી છે. રિક્ધસ્ટ્રક્શનના નામે પરેડ કરાવી શકાય નહીં થેવું હાઈકોર્ટે કહ્યું છે. સુપ્રીમના નિર્દેશોનું ઉલ્લંઘન કરી આરોપીઓનું સરઘસ કાઢવા મુદ્દે HCએ જવાબ માગ્યો છે. ગત ઓગસ્ટ મહિનામાં પાણીગેટ નજીક આ ઘટના બની હતી. ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના બાદ વિવાદ સર્જાયો હતો.ગણેશ મહોત્સવ 2025ના એક દિવસ પહેલા મોડી રાત્રે ગણેશજીની સવારી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ અચાનક ગણેશજીના પ્રતિમા પર ઇંડા ફેંકી માર્યા હતા. જેના કારણે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ઋઈંછ નોંધીને કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી હતી.