ક્રાઇમ

રાજકોટના ચકચારી 74 લાખના સિરપકાંડમાં એક આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

Published

on

દસ માસ અગાઉ જામીન અરજી નામંજૂર થયા બાદ ગ્રાઉન્ડ બદલાતા ફરી વખત અરજી દાખલ કરી’તી


રાજકોટના ચકચારી સીરપ કાંડ કેસમાં જેલ હવાલે રહેલા એક આરોપીને હાઇકોર્ટ દ્વારા શરતી જામીન પર છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો હતો.કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના નાગરિક બેંક ચોક પાસે આવેલ પાર્કિંગમાંથી બે આઈસર ટ્રકમાંથી અને બીજી ત્રણ ગાડી તેમજ હુડકો ચોકડી સર્વિસ રોડ માધવ પાર્કિંગમાં આઈસરમાંથી એમ પાંચ વાહનમાંથી આયુર્વેદિક હર્બલ સીરપનો જંગી જથ્થો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો. ઝડપાયેલા ડ્રાઈવરની પુછપરછમાં ગાડીમાં ભરેલ આયુર્વેદિક બોટલ અંગે પૂછતા આ જથ્થો મેહુલ જશાણી (રહે.રાજકોટ)એ તેમના શાપર વેરાવળ ગોડાઉનેથી ભરાવેલ હોવાની હકીકત મળેલી હતી.


આ આયુર્વેદિક બોટલોમાં આલ્કોહોલનું પ્રમાણ ઉમેરી તેમજ કંપનીઓના ખોટા નામના લેબલ લગાડી વેચાણ કરતા હોવાથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેલ હવાલે રહેલા આરોપી મેહુલ અરવિંદભાઈ જસાણીએ તેમના વકીલ મારફત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી જે હાઇકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલ હતી. ત્યાર પછી ગ્રાઉન્ડ બદલાતા દસ માસ બાદ બીજી વાર જામીન અરજી દાખલ કરાતા હાઇકોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન પર છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો હતો.


આ કેસમાં આરોપીના વતી હાઇકોર્ટનમાં સિનીયર વકીલ પંથીલભાઈ પી. મજમુદાર તેમજ ગોંડલના વિજયરાજસિંહ એસ. જાડેજા અને એચ.કે. ચનિયારા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version