દ્વારકાધીશ મંદિરે તબીબ દંપતી સાથે અમાનવીય વર્તન મુદ્દે હાઈકોર્ટની નોટિસ

યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે બે મહિના પહેલા જામનગરના તબીબ દંપતી સાથે થયેલા કથિત અમાનવીય વર્તન મુદ્દે હાઈકોર્ટ અને માનવ અધિકાર આયોગમાં ધા નાખતા કાનૂની પ્રક્રિયાનો ધમધમાટ…

યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે બે મહિના પહેલા જામનગરના તબીબ દંપતી સાથે થયેલા કથિત અમાનવીય વર્તન મુદ્દે હાઈકોર્ટ અને માનવ અધિકાર આયોગમાં ધા નાખતા કાનૂની પ્રક્રિયાનો ધમધમાટ ચાલુ થયો છે. જેમાં સામાન્ય બોલાચાલીમાં યાત્રાળું દંપર્તી અને દિવ્યાંગ દીકરીને પોલીસ સ્ટેશને લઈ જઈ મારકૂટ કરી, પાણી પણ ન આપ્યું અને ગુનો નોંધ્યો હતો. જેની માનવ અધિકાર આયોગે ગંભીરતાથી નોંધ લીધી છે તો હાઈકોર્ટે પણ એફઆઈઆરની ન્યાયિક સમીક્ષા શરૂૂ કરવા સાથે નોટિસ જારી કરીને હવે મંજૂરી વગર ચાર્જશીટ ફાઈલ નહીં કરવા સુચના આપી આગામી 17 જૂલાઈએ વધુ સુનાવણી રાખી છે.

વિવાદિત પ્રકરણની વિગત એવી છે કે જામનગરમાં રહેતા ડો.વિવેક શુક્લા અને તેમના પત્ની ડો.શ્રીલેખા શુક્લા પોતાની દિવ્યાંગ દીકરીને લઈને ગત તારીખ 20/ 04/2026ના રોજ દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન બાદ બહાર નીકળવા બાબતે સિક્યોરિટી ગાર્ડ સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મંદિરના વહીવટદાર અને ડેપ્યુટી કલેક્ટર હિમાંશુ ચૌહાણની સૂચનાથી પોલીસ દ્વારા દંપતીને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

દંપતીનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું, મોબાઈલ લઈ લેવામાં આવ્યો, મારપીટ આવી હતી. આપવામાં આવ્યું ન હતું ત્યારબાદ, વહીવટદારના ઈશારે તેમની વિરુદ્ધ એફ આઈ આર નોંધવામાં આવી હતી.

આ પ્રકરણની ગુજરાત રાજ્ય માનવ અધિકાર તા.11ના આયોગે રોજસુનાવણી ગંભીરતાથી કરી હતી. નોંધ લઈગત આયોગ આ ઘટનાને અમાનવીય ગણાવી ટીકા કરી હતી અને નોંધ્યું હતું કે દ્વારકાધીશ મંદિરમાં આ પ્રકારનો આ ચોથો બનાવ છે. આયોગે કલેક્ટર અને પોલીસને આ બાબતે તપાસ કરી અહેવાલ રજૂ કરવા તેમજ દંપતીને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસાડી રાખવા બદલ ખુલાસો કરવા નિર્દેશ આપ્યો છે. આગામી સુનાવણી તા.6 જૂલાઈના રોજ રાખવામાં આવી છે.

બીજી તરફ આ મામલે તબીબ દંપતીએ ગુજરાત હાઇકોર્ટે માં એફ આઈ આર રદ કરવા માટે માટેઅરજી કરી હતી. જેમાં ગત તા.15ના રોજ સુનાવણી હાથ ધરતા નામદાર હાઈકોર્ટે નોટિસ જારી કરી છે. કોર્ટેસ્પષ્ટ આદેશ કર્યોછેકે, કોર્ટની મંજૂરી વગર આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવી નહીં. આ મામલે હવે વધુ સુનાવણી તા.17જૂલાઈના રોજયોજાશે. આ સાથેસમગ્ર ઘટનાને પગલે દંપતી પર નોંધાયેલી એફઆઈઆર હવે ન્યાયિક સમીક્ષા હેઠળ આવી છે.