નિવૃત્ત સર્કલ ઓફિસરનું મકાન પચાવી પાડવાના કેસમાં કૌટુંબિક બહેનને જામીન મુકત કરતી હાઇકોર્ટ

રાજકોટ શહેરના ગોપાલ ચોક પાસે ભીડભંજન સોસાયટીમાં નિવૃતસર્કલ ઓફીસરનું કિંમતી મકાન પચાવી પાડવાના લેન્ડ ગ્રેબીગના ગુનામાં કૌટુબીંક બહેનને કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો…

રાજકોટ શહેરના ગોપાલ ચોક પાસે ભીડભંજન સોસાયટીમાં નિવૃતસર્કલ ઓફીસરનું કિંમતી મકાન પચાવી પાડવાના લેન્ડ ગ્રેબીગના ગુનામાં કૌટુબીંક બહેનને કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ કાલાવડના બેડીયા ગામે રહેતા ફરીયાદી નરેન્દ્રસિંહ માનસિંહ જાડેજાએ રાજકોટમાં પોતાની સ્વતંત્ર માલીકીનું મકાન કૌટુંબીક બહેન રંજનબા રાયજાદા અને તેના રાજકોટ ખાતે જિલ્લા પંચાયતમાં નોકરી કરતા પતિ બળદેવસિંહ રાયજાદાને વર્ષ 1995માં માલીકીનું મકાન સંબંધના રહેવા માટે આપ્યું હતુ ત્યારબાદ વર્ષ 2010-12માં ફરીયાદીએ મકાન ખાલી કરવાનું કહેતા બહેન-બનેવીએ મકાનની કિંમત જેટલા રૂૂપિયા આપો તો જ ખાલી થશે નહીંતર મકાન ભુલી જજો તેવું જણાવતા ફરીયાદીએ રાજકોટ કલેકટર સાહેબ સમક્ષ લેન્ડ ગ્રેબીંગ એકટની અરજી કરતા યુનીવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપી રંજનબા રાયજાદાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા રંજનબા રાયજાદાએ જેલ મુક્ત થવા કોર્ટમાં સેશન્સ અદાલતમાં કરેલી જામીન નામંજુર થતા ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બન્ને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમા લઈ ગુજરાત હાઈકોર્ટે મહીલા આરોપી રંજનબા બળદેવસિંહ રાયજાદાને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવ્યો છે.

આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ, મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા અને હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયા હતા.