ગુજરાત
હત્યાની કોશિષના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
શહેરમાં નાણાવટી ચોકમાં નજીવા પ્રશ્ને થયેલી મારમારીમાં નોંધાયેલા ખુનની કોશીષના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરવા હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.આ કેસની હકિકત મુજબ મૂળ વેરાવળના મંડોરગામના વતની અને હાલ રાજકોટમાં રૈયા રોડ ઉપર આલાપગ્રીન સીટી પાછળ જીવન શાંતી સ્કુલ પાસે રહેતા ફરીયાદી હિરેનભાઈ કાનાભાઈ ડોડીયા નાણાવટી ચોક પાસે પાન નામની દુકાને ફાકી ખાવા માટે ગયા હતા. ત્યારે આરોપી સુમિત ઉર્ફે સુજલ મનુભાઈ સોલંકી, જેનીશ મહાજન અને સુનીલ ટોયટા પણ ત્યાં દુકાન ઉપર હાજર હતા. તે દરમ્યાન જેનીશ મહાજને સીગરેટ સળગાવી દિવાસળી સળગાવી ફરીયાદી ઉપર ફેકેલ ત્યારે ફરીયાદીએ પુછેલ શુ થયુ ભાઈ?
તો ફરી પાછી દિવાસળી સળગાવી ફરીયાદી ઉપર ફેકેલ ત્યારે આમ ના કરવા સમજાવતા ફરીયાદીને ગાળો આપી ફરીયાદી સાથે હાથાપાઈ કરી છરી વડે હુમલો કર્યો હતો. જે અંગે ફરીયાદીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ધ્વારા આરોપીની અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા. આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ હર્ષ રોહીતભાઈ ઘીયા, કેતનભાઈ બેલડીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયા હતા.