ગુજરાત

ખાનગી બસો ઉપર માલસામાન લઇ જવા સામે દાખલ થયેલી રિટ ફગાવતી હાઇકોર્ટ

Published

on


ખાનગી પેસેન્જર લક્ઝરી બસોમાં ગેરકાયદે રીતે બસની ઉપર માલ સામાન ભરીને લઇ જવાતો હોવાની ફરિયાદ કરતી એક જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ રિટમાં શુક્રવારે પ્રાથમિક સુનાવણીના અંતે હાઇકોર્ટે રિટ ફગાવી દઇ એવો આદેશ કર્યો હતો કે,પેસેન્જર બસો ઉપર આ રીતે સામાન લાદીને લઇ જવું એ ગેરકાયદે હોવાની અરજદારની દલીલ છે.
આ મામલે નીતિ બનાવવા અને સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરવાની દાદ માંગી છે. જોકે જે નિયમો છે એના અમલ માટે નીતિ બનાવવાનો આદેશ કરી શકાય નહીં. આ રિટ એન્ટરટેઇન કરી શકાય નહીં અને તેથી તેને રદ કરવામાં આવે છે અને અરજદારને છૂટ આપવામાં આવે છે કે તે સંબંધિત ઓથોરિટી સમક્ષ પોતાની તકરાર અંગેની રજૂઆત કરી શકે છે.


અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે ખાનગી બસ ઓપરેટરો કાયદા અને નિયમોનો છડેચોક ભંગ કરતી પ્રેક્ટિસ કરે છે. તેઓ બસની ઉપર માલ સામાન ભરીને લઇ જાય છે. જેની કાયદેસરની કોઇ મંજૂરી જ આપવામાં આવી નથી. ત્યારે હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,થશું તમને દેશની જનસંખ્યા ખબર છે? નાગરિકોની શું પરિસ્થિતિ છે એની તમને જાણ છે? શું તમે રેલવેના જનરલ ક્લાસમાં ક્યારેય પણ મુસાફરી કરી છે? શું લકઝરી બસ સિવાયની કોઇ સામાન્ય બસોમાં તમે ટ્રાવેલ કર્યું છે? આજના સમયે તમે ટ્રાવેલ કરશો તો તમને બધી મુશ્કેલીઓ ખબર પડી જશે. આ કોઇ જાહેર વિષય નથી. તમે અન્ય ફોરમ સમક્ષ તમારો મુદ્દો રજૂ કરો.


હાઇકોર્ટે અરજદારને એવો સવાલ પણ કર્યો હતો કે,આ કેસમાં નેશનલ હાઇવે ઓથોરિટીને કઇ રીતે જોડ્યા? એની શું ભૂમિકા છે. અરજદારે કહ્યું હતું કે મોટર વેહિકલ એક્ટ હેઠળ તેમની ભૂમિકા આવે છે. ખુદ એનએચઆઇની વેબસાઇટ પર આ અંગેની માહિતી ઉપલબ્ધ છે. તેથી હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે સોશિયલ મીડિયા અને ગૂગલ ઉપર આટલો બધો ભરોસો ન કરો. લોકોને એવું લાગે છે કે આ પ્લેટફોર્મ્સ પર જે કંઇ પણ છે એ તેમનું જ્ઞાન છે, પરંતુ હકીકતમાં એ માત્ર માહિતી છે. તમારે એ માહિતી ખંખેરીને જ્ઞાન મેળવવો પડે.થ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version