PIની કાનૂની પ્રક્રિયા રદ્ કરવાની અરજી ફગાવતી હાઇકોર્ટ

  ગીર સોમનાથ ACB પોલીસ મથકે વર્ષ 2024 ના જાન્યુઆરી મહિનામાં ઉના પોલીસ મથકના પીઆઇ નિલેશ ગોસ્વામી, એએસ આઇ નિલેશ મૈયા અને નાગરિક આરોપી નીલેશકુમાર…

 

ગીર સોમનાથ ACB પોલીસ મથકે વર્ષ 2024 ના જાન્યુઆરી મહિનામાં ઉના પોલીસ મથકના પીઆઇ નિલેશ ગોસ્વામી, એએસ આઇ નિલેશ મૈયા અને નાગરિક આરોપી નીલેશકુમાર તડવી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 7A, 12, 13 (1), 13A થતાં IPC 120B અને 34 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં પીઆઇ નિલેશ ગોસ્વામીએ આ ફરિયાદ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે.

ઘટનાને વિગતે જોતા ઉના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દિવથી પરત ફરતા પર્યટકો પાસેથી માંડવી ચેકપોસ્ટ ઉપર પ્રોહેબિશન જેવા કેસમાં ફસાવી દેવા અથવા કેસ ના કરવાની ધમકી આપીને રોકડ, અઝખ અને ઓનલાઈન પૈસા પડાવી લેવાનું ગેરકાનૂની કામ કરતા હતાં. આ માટે ઉના પોલીસ મથકના PI નિલેશ ગોસ્વામીએ નિલેશકુમાર તડવી નામનો એક વ્યક્તિ રાખ્યો હતો. જે માંડવી ચેકપોસ્ટ ખાતે ઊભો રહેતો અને અન્ય પોલીસ કચેરીઓ કેટલા પૈસા ઉઘરાવે છે, તેનું ધ્યાન રાખતો. વળી કોઈ પર્યટક પોલીસનો વીડિયો ના ઉતારે તેનું પણ ધ્યાન રાખતો.

પીઆઇ આ કામ માટે મહિને તેને 20 હજાર રૂૂપિયા આપતા અઈઇને બાતમી મળતા ACB એ છટકું ગોઠવ્યું હતું. પરંતુ છટકા વાળી ગાડી માં રેકોર્ડર જોઈ જતાં પોલીસ કર્મચારીઓને શંકા જતા તમામ ભાગવા લાગ્યા હતા. જેમાં નિલેશકુમાર તડવી ઝડપાઈ ગયો હતો. જેના મોબાઈલમાં પીઆઇનું નામ ’ગુરુજી’ તરીકે સેવ હતું. પીઆઇ તડવી પાસેથી પ્રતિબંધિત પદાર્થો, હિસાબ અને રૂૂપિયા મંગાવતા હતા. જો કે ફરિયાદ નોધાતા પીઆઇ અને એએસઆઇ ફરાર થઈ ગયા હતા.

મોબાઈલ ફોનની ઓડિયો ફાઇલો તપાસતા અરજદાર અને પોલીસ કર્મચારીઓ વચ્ચેની વાતચીત મળી આવી હતી. જેમાં અરજદાર ચેક પોસ્ટ પરથી ઉઘરાવવામાં આવતા ગેરકાયદેસર નાણાં પોતાની પાસે પહોંચાડવાની સૂચના આપતા સંભળાયા હતા. ચેક પોસ્ટ પરથી પસાર થતા લોકો પાસેથી રોકડ અથવા જો રોકડ ન હોય તો ગૂગલ પે જેવા ડિજિટલ માધ્યમોથી લાંચ લેવા માં આવતી હતી. અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર રેડના દિવસે ઘટનાસ્થળે શારીરિક રીતે હાજર ન હતા. તેમની સામે સીધી માંગણી, નાણાં સ્વીકારવા કે રિકવરીનો કોઈ સીધો પુરાવો નથી, જે ભ્રષ્ટાચારના કેસ માટે અનિવાર્ય છે.

આ સમગ્ર FIR માત્ર સહ-આરોપી નિલેશ તડવીના નિવેદન અને તેના ફોનમાંથી મળેલા ટ્રાન્સક્રિપ્ટ પર આધારિત છે. ગુજરાત હાઇકોર્ટે અરજદારની રદ કરવાની અરજી ફગાવતા નોંધ્યું હતું કે FIR રદ કરતી વખતે કોર્ટ પુરાવા ઓનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરીને મિની-ટ્રાયલ શરૂૂ ન કરી શકે. અરજદાર ઘટનાસ્થળે હાજર ન હોવા માત્ર થી મુક્ત થઈ શકતા નથી, કારણ કે તેમની સામે ગુનાહિત કાવતરું અને ગુનાની મદદગારીના ગંભીર આરોપો છે. ઋજક વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટમાં ક્ધફર્મ થયું છે કે ઓડિયો ક્લિપમાં ગુરુજી અને ગુરુ 02 નામે સેવ કરેલા નંબર પરથી વાત કરનાર વ્યક્તિનો અવાજ અરજદારનો જ છે.