Site icon Gujarat Mirror

ફાયર સેફટીના નિયમો સ્પષ્ટ કરવા હાઇકોર્ટનો નિર્દેશ

તમે એકેડેમી શરૂ કરી છતાં ચીફ ફાયર ઓફિસર્સ મળતા નથી ?: કોર્ટની ટકોર

ફાયર સેફ્ટીના અમલ અને રાજકોટ TRP ગેમ ઝોન, શ્રેય હોસ્પિટલ આગની દુર્ઘટનાના કેસમાં ચાલી રહેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજ્ય સરકારના કાયદા અને તેના રૂૂલ્સ-રેગ્યુલેશન અંગેની વધુ સ્પષ્ટતા સાથે જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ કેસની સુનાવણી 23મી ડિસેમ્બરે રાખવાીમાં આવી છે.

આ કેસમાં 14-11-25ના રોજ છેલ્લો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારના જાહેરનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું હતું કે ફાયર સેફ્ટી માટેના કાયદાનો અમલ તમામ આઠ મનપા અને નપામાં થાય છે. તે અંતર્ગતની તમામ જરૂૂરિયાતનો પણ અમલ કરવામાં આવે છે.

ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી ગાંધીનગર ખાતે શરૂૂ કરવામાં આવેલી છે અને એમાં વિવિધ કોર્સિસ કરાવવામાં આવે છે. જેમાં બેઝીકથી લઇને તમામ અપગ્રેડેટ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ રજૂઆત દરમિયાન હાઇકોર્ટે હળવી ટકોર કરી હતી કે,તમે એકેડમી શરૂૂ કરી છે, પરંતુ તેમ છતાંય તમને ચીફ ફાયર ઓફિસર્સ મળતાં નથી. આ એકેડમીમાં કયા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે.’ ત્યારે એડવોકેટ જનરલે કહ્યું હતું કે,’અહીં ઇન્ડક્શન અને રિફ્રેશર્સ કોર્સિસ કરાવવામાં આવે છે. તે ઉપરાંત ફાયર ડ્રીલ વગેરેની ટ્રેનિંગ આપવામાં આવે છે. હાઇકોર્ટે એવો સવાલ પણ કર્યો હતો કે,’દરેક મ્યુનિસિપાલ્ટીમાં ચીફ ફાયર ઓફિસર વર્કિંગ છે કે પોસ્ટ ખાલી પડી છે.’ જોકે આ અંગે અગાઉ એક ચાર્ટ આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું.

જોકે હાઇકોર્ટે કોર્પોરેશન અને પાલિકાઓમાં ડિરેક્ટર કે રિજનલ ફાયર ઓફિસર કોના હસ્તક સત્તા હોય છે એ અંગેનો સવાલ કર્યો હતો. જે બાબત સ્પષ્ટ થઇ શકી નહોતી. તે સિવાય રૂૂલ્સ અને રેગ્યુલેશન ઘડવાની સત્તા અંગે પણ હાઇકોર્ટે સવાલ કર્યો હતો. ત્યારે સરકારને રૂૂલ્સ ઘડવાની સત્તા હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ મામલે વધુ રેગ્યુલેશન્સ જરૂૂર હોવાની ટકોર હાઇકોર્ટે કરી હતી. સાથે જ હાઇકોર્ટે અમુક બાબતો મીસીંગ હોવાની ટકોર કરી હતી અને આ મામલે પુરતી ચકાસણી કરીને કોર્ટને જણાવવાનું કહ્યું હતું. આ કેસની વધુ સુનાવણી 23મી ડિસેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે.

Exit mobile version