CMO-RSS ભવન-સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ અને ગાંધીનગરની અનેક મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફાયર વિભાગ એલર્ટ થઈ ગયા હતા.ધમકીભર્યા ઈ-મેઈલમાં…

અમદાવાદ અને ગાંધીનગરની અનેક મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફાયર વિભાગ એલર્ટ થઈ ગયા હતા.ધમકીભર્યા ઈ-મેઈલમાં ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1, RSS ભવન, મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (અખઈ)ની મુખ્ય કચેરી સહિત વિવિધ સરકારી સંસ્થાઓને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. ધમકી બાદ સંબંધિત કચેરીઓમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે અને તપાસ શરૂૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનને ઈ-મેઈલ મારફતે આ ધમકી મળી હતી.

ઈ-મેઈલમાં ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તે સિવાય છજજ ભવનને સાંજે 5:10 વાગ્યે, મુખ્યમંત્રીની કચેરીને રાત્રે 11 વાગ્યે અને અખઈની મુખ્ય કચેરીને બપોરે 3 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરની અન્ય સરકારી કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યા ઈમેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને ઈખ ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી ધમકી આપવામાં આવી છે. અમદાવાદની અખઈ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખાલી કરાવાઈ હતી. અખઈ કચેરીના તમામ વિભાગની કચેરીને ખાલી કરી દેવાઈ હતી. BDDSની ટીમ અને ફાયર વિભાગની ટીમે તપાસ શરૂૂ કરી હતી. હાલ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. મેયર. ડેપ્યુટી મેયર, સ્ટે.કમિટી ચેરમેન બહાર દોડી આવ્યા હતા. શાસક પક્ષના નેતા, દંડક સહિત મુખ્ય ઓફિસનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો.

ધમકી મળતા જ દાણાપીઠ ખાતે આવેલી અખઈની કચેરી સહિત વિવિધ સ્થળોએ BDDSની ટીમ, ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો પહોંચ્યો હતો. સુરક્ષાના ભાગરૂૂપે કચેરીઓ ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. શંકાસ્પદ વસ્તુઓની તપાસ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા ઈ-મેઈલના સ્ત્રોત અને મોકલનારની ઓળખ કરવા માટે સાયબર ક્રાઈમ ટીમની મદદ લેવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભાવનાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી રહી છે.

1 જૂને સ્પોર્ટ્સ કલબમાં બોંબની ધમકી આપનાર ટાબરીયું નીકળ્યું
અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ પર 1 જૂને લશ્કરે તોઈબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠીનો ભેદ નારણપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે, જેની પાછળ સુરતના વેપારીના એક 12 વર્ષના દીકરાનું કારસ્તાન હોવાનું સામે આવ્યું છે. સુરતના કાપડના વેપારીનો પરિવાર ક્લબના રૂૂમમાં રોકાયો હતો, જ્યાં તેમના 12 વર્ષના દીકરાએ ’ધુરંધર’ મૂવી જોયા બાદ મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે ધમકીભરી ચિઠ્ઠી લખી હતી. બાળકે આ ચિઠ્ઠી લોકરમાં મૂકી દીધી હતી અને લોકર લોક થઈ જતાં તે અંદર જ રહી ગઈ હતી, ત્યારબાદમાં હાઉસકીપિંગ સ્ટાફને મળી આવતા પોલીસ અને BDDS દોડતા થયા હતા. સીસીટીવી ફૂટેજ અને લોકરના ડિજિટલ લોગની તપાસના આધારે પોલીસે સુરતના આ વેપારી પરિવાર સુધી પહોંચીને પૂછપરછ કરતાં બાળકે આ કારસ્તાન કર્યું હોવાનું કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, 1 જૂને અમદાવાદના જઙ સ્ટેડિયમ નજીક આવેલી સ્પોર્ટસ ક્લબમાં બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર મળતા દોડધામ મચી હતી.