રાજકોટમાં ઓકટોબરમાં ગરમીએ 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 40.60 સે.

અલનીનો અસરથી વિખાયેલા ચોમાસા બાદ શિયાળો આવવાની બદલે રાજકોટમાં ધોમધખતો તાપ વરસી રહ્યો છે. ગઇકાલે શહેરમાં 2002 બાદ ઓકટોબર મહિનાનું સૌથી મહત્તમ તાપમાન નોંધાયુ છે.…

અલનીનો અસરથી વિખાયેલા ચોમાસા બાદ શિયાળો આવવાની બદલે રાજકોટમાં ધોમધખતો તાપ વરસી રહ્યો છે. ગઇકાલે શહેરમાં 2002 બાદ ઓકટોબર મહિનાનું સૌથી મહત્તમ તાપમાન નોંધાયુ છે. સામાન્ય દિવસો કરતા તાપમાન 4.4 ડિગ્રી સે. વધીને મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સે. નોંધાયુ હતું. આ સાથે જ રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતું. રાજકોટ શહેરના મહત્તમ તાપમાનની વાત કરીએ તો ઓકટોરબરમાં સૌથી વધુ 2002માં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ગઇકાલે 24 વર્ષ બાદ 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં ડીસામાં 39.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39.2, ભુજમાં 39, કેશોદમાં 39, અમરેલીમાં 38.5, પોરબંદરમાં 38.2, અમદાવાદમાં 38.1, વડોદરામાં 37.8, સુરતમાં 37.8, વલ્લભ વિદ્યાનગરમાં 37.5, વેરાવળમાં 37.1, ભાવનગરમાં 37, મહુવામાં 36.8, કંડલા પોર્ટ 36.6, ગાંધીનગરમાં 36.4, નલિયામાં 36.2, ઓખામાં 32.2 અને દ્વારકામાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો સૌથી ઓછું તાપમાન નલિયામાં 22 ડિગ્રી નોંધાયું હતું. મહુવામાં 23.7, અમરેલીમાં 24.2, કેશોદમાં 24.5, ગાંધીનગર અને પોરબંદરમાં 25, રાજકોટમાં 25.4, ભુજમાં 25.6, ભાવનગરમાં 25.8, વડોદરા અને કંડલા પોર્ટમાં 26, સુરતમાં 26.1, દ્વારકા અને ઓખામાં 26.2 ડિગ્રી તેમજ ડીસામાં 26.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને વેરાવળમાં 26.6, સુરેન્દ્રનગરમાં 27 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.