હૃદયરોગનો હુમલો : પરિણીતા સહિત બે લોકોના હાર્ટ ફેઇલ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં શાપરમાં પરિણીતા અને ગુલાબનગરના…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં શાપરમાં પરિણીતા અને ગુલાબનગરના આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતી ગીતાબેન રમેશભાઇ સોલંકી નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યા તેણીનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ ઉપરાંત બીજા બનાવમાં ગુલાબનગરમાં રહેતા રમેશભાઇ પોપટભાઇ ખસીયા (ઉ.વ.55) પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે જોઇ તપાસી રમેશભાઇ ખસીયાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક આધેડ ત્રણ ભાઇ ચાર બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.