ગુજરાત
હાર્ટએટેક: મયૂરનગરના આધેડનો શ્ર્વાસ થંભી ગયો
રૈયાધારમાં દીવા-ધૂપ કરતી વખતે દાઝી ગયેલા 101 વર્ષના વૃધ્ધાએ સારવારમાં દમ તોડયો
શહેરમાં સંત કબીર રોડ ઉપર આવેલા મયુરનગરમાં રહેતા વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંત કબીર રોડ ઉપર આવેલા મયુરનગરમાં રહેતા જીવતીબેન વાલજીભાઈ કાપડિયા નામના 50 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા. ત્યારે મધરાતે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટરમાં રહેતા મીઠીબેન દેવજીભાઈ વાજા નામના 101 વર્ષના વૃદ્ધા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે દીવા-ધૂપ કરતા હતા ત્યારે અકસ્માતે દીવાની ઝાળે ગંભીર રીતે દાજી ગયા હતા. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.