ગુજરાત

માર્કેટ યાર્ડમાં ધાન્યના ઢગલા, 700 વાહનો ઠાલવાયા

Published

on

વાહનોની 8 કિલોમીટર લાંબી લાઇન લાગી, ગઇકાલ સાંજથી ખેડૂતોએ વાહનો ગોઠવી દીધા

1.10 લાખ ગુણી મગફળી, 15 હજાર મણ કપાસ અને 40 હજાર મણ સોયાબીનની આવક

ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે રાજયભરમાં ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ વધારે મળતા યાર્ડમાં આજે સવારથી જણસી લઇને આવેલા વાહનોની લાંબી કતાર લાગી હતી. યાર્ડમાં ધાન્યના ઢગલા થયા હતા. સાંજથી જ વાહનોના થપ્પા લાગી ગયા હતા.


રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ બહાર 700 જેટલા વાહનોની લાંબી કતાર લાગી હતી અને યાર્ડ ખુલતા વાહનોને ટોકન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. 700 જેટલા વાહનોની 8 કિલોમીટર કતાર લાગતા યાર્ડના સતાધીશો અને પોલીસ દ્વારા રોક પર વ્યવસ્થા કરવામાં આવી હતી. વાહનોમાં આજે 1.10 લાખ ગુણી મગફળી 15 હજા મણ કપાસ અને 40 હજા મણ સોયાબીનની આવક થઇ હતી. યાર્ડમાં આજે ખુલ્લા બજારમાં મગફળી 980 થી 1264, કપાસ રૂા.1350 થી 1548, સોયાબીન 750 થી 881, મગ રૂા.1150થી 1500 જયારે અડધ રૂા.1100થી 1677 ના ભાવે સોદા થયા હતા.


સરકા દ્વારા ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવ ઉંચા જાહેર કરવાાં આવ્યા છે. જેમાં મગફળી રૂા.1356.60, મગ રૂ.1736, અડધ રૂા.1480 અને સોસયાબીનના રૂા.978માં ખરીદી કરવામાં આવી રહી છે. ખુલ્લા બજાર કરતા મગફળીમાં રૂા.100, મગમાં રૂા.200, અડદમાં રૂા.350 અને સોયાબીનમાં પ્રતિ મણે રૂા.150 વધારે ભાવ મળી રહ્યો હોવાથી ખેડુતો ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડધ અને મગ વેચવા ઉમટી રયા છે. 700 જેટલા વાહનોમાન જણસી થતા શેડ નીચે ઉતારીને ચેરમેન જયેશ બોઘરા સહીતના સતાધીશો દ્વારા વ્યવસ્થા કરાવવામાં આવી હતી.


દિવાળીના તહેવાર અને શિયાળાની શરૂઆતથી જ યાર્ડમાં નવી જણસીની આવક શરૂ થઇ જાય છે. આજે રાજકોટ યાર્ડમાં નવી તુવેરની આવક થઇ હતી. જેનો રૂા.2525માં મુહુર્તનો સોદો થયો હતો. રાજકોટ તાલુકાના જીયાણા ગામના ખેડુત ગોપાલભાઇ લાલજીભાઇ દ્વારા લઇ આવવામાં આવેલી તુવેરની જય જલારામ ટ્રેડીંગના વેપારી દ્વારા ખરીદવામાં આવી હતી.

ટેકાના ભાવે ખરીદીમાં કોઇ ગેરરીતિ ધ્યાને આવે તો મને કહેજો: સંઘાણી
ગુજરાતમાં ગઇકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલીમાં પુરુષોત્તમ રૂૂપાલા અને દિલીપ સંઘાણીના હસ્તે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો હતો. ટેકાના ભાવે ખરીદી દરમિયાન ખેડૂતો પાસેથી કેટલાક લોકો કમિશન લેતા હોય છે તેવી ફરિયાદો ભૂતકાળમાં ઉઠતી રહી છે. ત્યારે દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, ક્યાંય ખેડૂતોના હિતને નુકસાન થતું દેખાશે તો કોઈને પણ બક્ષવામાં નહીં આવે. સાથે કહ્યું હતું કે, કોઈના ધ્યાન પર કોઈ ગેરરીતિ આવે તો મારુ ધ્યાન દોરજો. રાજ્યમાં ભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. ત્યારે અમરેલી જિલ્લાના આવેલ લાઠી ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી જણસમાં ગેરરીતિ ન થાય તે માટે કટકીબાજો ચેતવ્યા હતા. જાહેર મંચ પરથી દિલીપ સંઘાણીએ કહ્યું ટેકાના ભાવે જણસોની ખરીદીની યોજના સરકારે બનાવી છે કોઈ ગેરરીતિ ન થાય, જણસની ખરીદીમાં વધારાનો પૈસો આયોજકો માંગે નહિ તેના માટે સૌ કાળજી રાખજો હું મીડિયાના માધ્યમથી કહુ છું ગુજરાત ભરમાં ગેરરીતિ થાય તો મારા ધ્યાને મુકજો. ખેડૂતોનું શોષણ સીધું કે આડકતરી રીતે થયું હશે તો કોઈપણને બક્ષવામાં નહિ આવે. આ પ્રકારની ચેતવણી સહકારી અને ભાજપના દિગજ્જ નેતા દિલીપ સંઘાણીએ આપી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version