અંજલિ, પ્રેમવાટિકા રેસ્ટો., મધુવન ડેરીમાં આરોગ્યનું જોખમ

પનીર અને ફૂલ ક્રીમ મિલ્કના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેઇલ, પેઢીના માલિકો વિરુધ્ધ મનપાની કાનૂની કાર્યવાહી રાજકોટિયન્સ એટલે સ્વાદના શોખિન તેવુ માનવામા આવે છે. પણ હોટલ-રેસ્ટોરેન્ટ…

પનીર અને ફૂલ ક્રીમ મિલ્કના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેઇલ, પેઢીના માલિકો વિરુધ્ધ મનપાની કાનૂની કાર્યવાહી

રાજકોટિયન્સ એટલે સ્વાદના શોખિન તેવુ માનવામા આવે છે. પણ હોટલ-રેસ્ટોરેન્ટ કે ધાબામાં સ્વાદનો ચટાકો લેતા પહેલા સો વખત વિચારવુ પડે તેવુ વધુ એકવખત ઓનપેપર, સતાવાર સાબિત થયુ છે. શહેરની વધુ બે ખ્યાતનામ રેસ્ટોરેન્ટ અંજલિ ચાઇનીઝ એન્ડ પંજાબી અને ‘પ્રેમવાટિકા’માં વપરાતુ પનીર આરોગ્યને નુકસાનકારક હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં સાબિત થયુ છે. આ ઉપરાંત મધુવન ડેરીનું દૂધ પણ આરોગ્ય માટે હાનીકારણ હોવાનો લેબોરેટરી રિપોર્ટ આવ્યો છે.

રાજકોટ મનપાની ફૂડ શાખાએ થોડા સમય પહેલા ઇન્દિરા સર્કલ પાસે સત્યવિજય આઇસ્ક્રીમ પાસે મીત કોમ્પ્લેક્સમાં આવેલા અંજલિ ચાઇનીઝ એન્ડ પંજાબી રેસ્ટોરેન્ટમાં દરોડો પાડ્યો હતો. એ દરમિયાન અહીં વપરાતુ પનીર શંકાસ્પદ લાગતા નમુનો લઇને લેબોરેટરીમાં મોકલી અપાયો હતો. લેબ. પરિક્ષણમાં અંજલિ રેસ્ટોરેન્ટમાં વપરાતા પનીરમાં મિલ્ક ફેટ ધારાધોરણ કરતા ઓછુ હોય સબ સ્ટાન્ડર્ડ(ફેઇલ) થઇને આવ્યુ છે.
આવી જ રીતે દોઢસો ફૂટ રિંગરોડ પર રામાપીર ચોકડી નજીક લાભદીપ સોસાયટી પાસે ઓમ પેટ્રોલ પમ્પની સામે આવેલા પ્રેમવાટિકા રેસ્ટોરેન્ટમાં પણ ફૂડ શાખાના દરોડા દરમિયાન પનીર(લૂઝ)નો વપરાશ થતો હોય તેમા શંકા જતા સેમ્પલ લઇને લેબોરેટરી ટેસ્ટમાં મોકલવામા આવ્યો હતો. પ્રેમવાટિાકા રેસ્ટોરેન્ટમાં પણ આરોગ્યના ધારાધોરણોથી વિરુધ્ધ પનીર હોવાનો સતાવાર રિપોર્ટ આવ્યો છે અને સેમ્પલ ફેઇલ થયુ છે.

જ્યારે વાવડીમાં 80 ફૂટ રોડ પાસે ઓવેલા ઓજસ ઓરા બિલ્ડીંગમાં આવેલી મધુવન ડેરીફાર્મમાંથી ફૂલ ક્રીમ મિલ્ક(લુઝ)નો નમુનો લેબોરેટરીમાં મોકલવામા આવ્યો હતો. દૂમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછુ હોય અને દૂધમાં ભેળસેળ થઇ હોવાનું સાબિત થતા સેમ્પલ ફેઇલ થયુ છે. ઉક્ત ત્રણેય પેઢીના સંચાલકો સામે મનપાએ કાનૂની પગલા લેવા તજવીજ હાથ ધરી છે.

ડોમીનોઝ, રાજમંદિર, ફ્રેંડ્સ એન્ડ ફૂડસ, ગાત્રાળ જનરલ સ્ટોર, જય ખોડિયાર સ્વીટ, મહાવીર મસાલા માર્કેટમાં દરોડો
શંકાસ્પદ લાગતા પનીર, ચીઝ, મેંગો જ્યુસ સહિત વિવિધ ખાદ્ય સામગ્રીના નમૂના લેબ.માં મોકલાયા
* પનીર(મીડિયમ ફેટ) (લૂઝ): સ્થળ- જય ખોડિયાર સ્વીટ, શ્યામ પાર્ક-2, મોટા મવા, પટેલ સમાજ પાસે, કાલાવડ રોડ, રાજકોટ. * JAIN DAIRY MALAI PANEER ( FROM 1KG PKD): સ્થળ- રાજમંદિર ફાસ્ટ ફૂડઝોન શોપ નં લ-3, શાલીમાર કોમ્પ્લેક્સ, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ, રાજકોટ. * પનીર (FROZEN CUBES) (FROM 1KG PKD): સ્થળ- જ્યુબીલીયન્ટ ફૂડ વર્કસ લી.(ડોમિનોઝ પીઝા), શોપ નં 4,4ફ,5,5ફ,ગ્રા. ફ્લો, એ.વી. નાગર બોર્ડિંગ બિલ્ડીંગ, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ. * GO CHEESE SPREAD (FROM 500g PKD): સ્થળ- જ્યુબીલીયન્ટ ફૂડ વર્કસ લી. (ડોમિનોઝ પીઝા), શોપ નં 4,4ફ,5,5ફ,ગ્રા. ફ્લો, એ.વી. નાગર બોર્ડિંગ બિલ્ડીંગ, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ. * GO NATURAL CHEESE CHEDDAR ORANGE DICED (FROM 2 KG PKD): સ્થળ- ફ્રેંડ્ઝ ફૂડ્સ (લા’પીનોઝ પીઝા), ગોલ્ડન અંબ્રેલા, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ. * MELTED CHEESE (FROM 500g PKD): સ્થળ- ફ્રેંડ્ઝ ફૂડ્સ (લા’પીનોઝ પીઝા), ગોલ્ડન અંબ્રેલા, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ. * VIMAL PROCESSED CHEESE ( FROM 1 KG PKD): સ્થળ- રાજમંદિર ફાસ્ટ ફૂડ ઝોન, શોપ નં લ-3, શાલીમાર કોમ્પ્લેક્સ, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ, રાજકોટ. * શીતલ શ્રીખંડ (મિક્સ ફ્રૂટ)(FROM 200G PKD): સ્થળ- ગાત્રાળ જનરલ સ્ટોર, સૌરાષ્ટ્ર યુનિ.થી ક્રાઈસ્ટ કોલેજ રોડ, મુંજકા પોલીસ સ્ટે. થી આગળ, મુંજકા, રાજકોટ. * શીતલ શ્રીખંડ ( મેંગો) (FROM 500G PKD): સ્થળ- ગાત્રાળ જનરલ સ્ટોર, સૌરાષ્ટ્ર યુનિ.થી ક્રાઈસ્ટ કોલેજ રોડ, મુંજકા પોલીસ સ્ટે. થી આગળ, મુંજકા, રાજકોટ * હળદર આખી (લૂઝ): સ્થળ- મહાવીર મસાલા (મંડપ), મહાવીર મસાલા માર્કેટ, પી.ડી માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ, રાજકોટ. * જીરું (લૂઝ): સ્થળ- મહાવીર મસાલા (મંડપ), મહાવીર મસાલા માર્કેટ, પી.ડી માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ, રાજકોટ.