Site icon Gujarat Mirror

વેરાવળના ઇણાજ પાસે આઇસરની અડફેટે આરોગ્ય શાખાના કર્મચારીનું કરૂણ મોત

ઓફિસથી નાસ્તો કરી પરત ફરતી વખતે થયો અકસ્માત: અન્ય એક કર્મચારી ઘાયલ

વેરાવળ નજીક ઇણાજ ગામ પાસે રસ્તાનું કામ ચાલુ હોય અને એક સાઇડ થી જ વાહનો પસાર થઇ રહેલ હોય આ રોડ પર આઇસર ટ્રક ચાલકે મોટર સાયકલને અડફેટે લેતા પાછળ બેસેલ જિલ્લા આરોગ્ય શાખાના કર્મચારી ટ્રક ના પાછલા વ્હિલ માં આવી જતા તેનું સ્થળ પર કરૂૂણ મૃત્યુ નીપજેલ જ્યારે ચાલકને સામાન્ય ઇજા થયેલ હતી. આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી નાસી છુટેલ આઇસર ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અકસ્માતની પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભવન માં એકાઉન્ટ શાખા માં નોકરી કરતા જય કુમાર પ્રવીણભાઈ પરમાર તથા તેમની સાથે કામ કરતા અરવિંદભાઈ રામ, મનુભાઈ રામ તથા કમલેશભાઈ પ્રચ્છક ચારેય જણા બે મોટર સાયકલ માં તા.23 ના ઇણાજ ખાતે આવેલ જિલ્લા પંચાયતની ઓફીસથી રિશેષ નો સમય બપોરના પાંજરાપોળ ની બાજુમાં આવેલ દુકાન ચા-પાણી નાસ્તો કરવા ગયા અને ત્યાંથી પરત ઓફિસ આવી રહેલ તે વખતે જયકુમાર એસ પી સાઇન નં. જી.જે. 32 એ. એચ. 9727 માં પાછળ કમલેશભાઈ પ્રચ્છક ને બેસાડેલ અને બીજી મોટર સાયકલ માં અરવિંદભાઈ રામ તથા મનુભાઈ રામ આવતા હતા.

આ દરમિયાન બપોરે અઢી વાગ્યાના સુમારે પાંજરાપોળ સામે રોડ ઉપર પહોંચેલ જયાં રસ્તાનું કામ ચાલુ હોય અને એક સાઇડથી જ વાહનો પસાર થતા હોય આ વખતે એસ પી ઓફીસ ના ગેટ તરફ થી એક આઇસર ટ્રક નં. ડી.ડી. 02. જી. 9423 પુર પાટ ઝડપે આવી મોટર સાયકલની સામેથી હડફેટે લેતા પાછળ બેસેલ કમલેશભાઇ નું આઇસર ના પાછળ ના વ્હીલમાં આવી જતા તેમનું કરૂૂણ મૃત્યુ નીપજેલ જ્યારે ચાલક સામાન્ય ઇજા થયેલ હતી. આ બનાવ બનતા આઇસર ટ્રક ચાલક ટ્રક મૂકીને જતો રહેલ હતો. આ બનાવ અંગે ચાલક જયકુમાર એ પોલીસમાં આઇસર ટ્રક ના ચાલક સામે નોંધાવી વધુ તપાસ મહિલા પી.એસ.આઇ. ભારતીબેન રાઠોડ એ હાથ ધરેલ છે.

Exit mobile version