ગુજરાત
ચમત્કારને નમસ્કાર…કર્મચારીઓ, અરજદારો હેલ્મેટ પહેરવા લાગ્યા
રાજકોટ શહેરમાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામ માટે આવતા અરજદારો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવતા બે દિવસ પોલીસે હેલ્મેટ અંગે ઝુંબેશ ચલાવી દંડની પાવતીઓ પકડાવતા ચમત્કાર થયો હોય તેમ અરજદારો અને કર્મચારીઓ આજે સવારથી જ હેલ્મેટ પહેરીને કચેરીઓમાં આવતા નજરે પડ્યા હતાં. આજે સવારથી પોલીસ મહાનગરપાલિકા કચેરીની બહાર ગોઠવાઈ ગઈ હતી.
પરંતુ મોટાભાગના કર્મચારીઓ હેલ્મેટ પહેરીને કચેરીએ આવતા નજરે પડ્યા હતાં. આમ પોલીસની બે દિવસની ઝુંબેશની સીધી અસર જોવા મળી છે. કર્મચારીઓ સાથે અરજદારો પણ સુધરી ગયા હોય તેવુ જણાય છે. (તસ્વીર : મુકેશ રાઠોડ)