તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રાએ આજે સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. એક્સ પરના પોસ્ટમાં તેમણે દાવો કર્યો કે જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માના પુત્રને ચાર ટોચની સરકારી પેનલમાં સ્થાન મળેલું છે અને તેથી જ તેમણે મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારની પુત્રી તથા નોએડા જિલ્લા અધિકારી મેધા રૂૂપમના કેસમાં સુનાવણી દરમિયાન ઓડિયો મ્યૂટ કર્યો, દંડ પર રોક લગાવી અને CECની નિમણૂક પ્રક્રિયાને ગેરકાયદેસર ન ગણી. મોઇત્રાએ લખ્યું, ન્યાયતંત્ર રક્ષક હોય છે, ભક્ષક ન બની શકે.
મેધા રૂૂપમ CECજ્ઞાનેશ કુમારની પુત્રી છે. એપ્રિલમાં નોએડામાં મજૂરોના પ્રદર્શન બાદ વિદ્યાર્થિની આકૃતિ ચૌધરીને NSA હેઠળ અટકમાં લેવામાં આવી હતી. 2 સપ્ટેમ્બરે અલાહાબાદ હાઈકોર્ટે આ હિરાસત રદ કરી, પ્રક્રિયા પર કડક ટિપ્પણી કરી અને DM મેધા રૂૂપમ સહિત અધિકારીઓના પગારમાંથી ₹5 લાખ વળતર વસૂલવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મેધા રૂૂપમ અને ઉત્તર પ્રદેશ સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ.
જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એન. કોટિસ્વર સિંહની બેન્ચે સુનાવણી કરી. અદાલતે હાઈકોર્ટના ચુકાદાના ફકરા 27થી 33 પર અંતરિમ સ્ટે આપીજેમાં મેધા રૂૂપમ વિરુદ્ધની ટિપ્પણીઓ અને ₹5 લાખની વસૂલાતનો આદેશ સામેલ છે. પાછળથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે ટિપ્પણી અને ખર્ચ/વળતરની વસૂલાત પર રોક રહેશે, પરંતુ NSA હિરાસત રદ કરતા મૂળ આદેશ પર સ્ટે નથી. આગામી સુનાવણી 7 ઓક્ટોબરે છે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની દલીલો સાંભળ્યા પછી વિડિયો કોન્ફરન્સિંગની ઓડિયો ફીડ મ્યૂટ કરી દેવામાં આવી. આકૃતિ ચૌધરી તરફથી વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વેસ હાજર હતા. કાનૂની વર્તુળોમાં પારદર્શિતાના પ્રશ્ન ઊઠ્યા છે.
લાઈવલોની રિપોર્ટ મુજબ 13 જુલાઈ 2026થી અમલી રોસ્ટરમાં નિવારક હિરાસતના કેસ પહેલી ચાર બેન્ચને સોંપાયા છે સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશ. તેમ છતાં આ યાચિકાઓ જસ્ટિસ શર્માની બેન્ચ સમક્ષ યાદીમાં આવી. નોએડા મજૂર પ્રદર્શન સંબંધિત અન્ય કેસો પહેલેથી જસ્ટિસ નાગરત્નાની બેન્ચ સમક્ષ પેન્ડિંગ હોવાનું પણ કહેવાય છે. વકીલોના એક જૂથે આલ્લૂ-ઓફ-ટર્ન લિસ્ટિંગ અંગે સીજેઆઈને પત્ર લખ્યાના અહેવાલ છે.
