લાઇફસ્ટાઇલ
શિયાળુ પાકમાં ગુંદ સ્વાસ્થ્ય માટે અમૃતકારી છે
શિયાળો શરુ થતા જ અલગ અલગ સ્વાસ્થ્ય વર્ધક વસાણાથી બનતી હેલ્ધી વસ્તુઓ ઘરે બનાવવામાં આવે છે જેથી તેના ફાયદા આપણા શરીર ને મળી શકે. આ વસાણામાં ખાસ કરીને ગુંદ નાખવામાં આવે છે. આ ગુંદ આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે.
ગુંદ શું છે? એની વાત કરીએ તો ગુંદ એ વિવિધ પ્રકારના વૃક્ષો પર માનવો દ્વારા ચીરા પાડીને અથવા તો કુદરતી રીતે કોઈ વસ્તુ અથડાતાં તે વૃક્ષ માંથી નીકળતું પ્રવાહી કે જે સમય જતા સુકાય છે અને કઠણ સ્વરૂૂપ ધારણ કરે છે વિવિધ પ્રકારના ગુંદ ની વાત કરીએ તો બજારમાં સરગવાનું ગુંદ, લીમડાનું ગુંદ આંબાનું ગુંદ, બાવળનું ગુંદ મળે છે. આ તમામ ગુંદ તેના અલગ અલગ પ્રકારના સ્વાસ્થ્ય ને ફાયદાકારક ગુણો ધરાવતુ હોય છે અને તે શિયાળાની અંદર આપણા શરીરને ગરમ રાખવામાં મદદરૂૂપ થાય છે
ગુંદ ને સેવન કરવાના પણ ઘણા બધા રસ્તાઓ છે ઘણા વ્યક્તિ ગુંદરને શેકી ને કે તળીને તેનો વાનગીઓમાં ઉપયોગ કરે છે. ઘણા લોકો દૂધ સાથે તેનું સેવન કરે છે તેમજ હાલ ગુંદ ની આઈસ્ક્રીમ અને પીણા પણ બજારમાં મળી રહ્યા છે. ગુંદની અંદર આપણા સ્વાસ્થ્યને ફાયદાકારક એવા એન્ટીઓક્સીડંટ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સ હોય છે જે વિવિધ પ્રકારની સમસ્યાઓ માં આપણને ફાયદો કરે છે
હૃદયને લગતી સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ગુંદ ને શેકી અને તેનું સેવન કરવું જોઈએ જેથી તેમનું હૃદય સ્વસ્થ રહે તેમજ સેકેલું ગુંદ આપણા શરીરની માંસપેશીઓને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદરૂૂપ થાય છે ગુંદની અંદર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે જે આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે આપણી સ્કિન ને ગ્લો આપવાની સાથે જરૂૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે ગુંદની અંદર રહેલ એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો આપણા શરીર માટે શળળીક્ષશિું બજ્ઞજ્ઞતયિિં તરીકે પણ કામ કરે છે તે આપણી નબળી ઇમ્યૂનિટીને સારી કરે છે.
શિયાળામાં ગુંદરનું સેવન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરમાં જરૂૂરી ગરમી જાળવી રાખે છે. સવારે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
- શિયાળામાં ગુંદરનું સેવન માનસિક તાજગી અને સાંધાના દુખાવા અને સાંધાની અન્ય સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
- જો તમે દરરોજ ગુંદરના લાડુ સાથે દૂધનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.
- ગુંદનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે. આ સમયે, તે કરોડરજ્જુની મજબૂતાઈ માટે જરૂૂરી છે અને માતાનું દૂધ વધારવામાં ફાયદાકારક છે.
- ગુંદ હાડકાંને મજબૂત બનાવે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેનું સેવન ખાસ કરીને કરોડરજ્જુ માટે ફાયદાકારક છે.
- રોજ શેકેલા ગુંદરનું સેવન કરવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. તે હૃદય સંબંધિત અન્ય રોગોમાં પણ ફાયદાકારક છે.
- કમજોરી દૂર કરવામાં પણ ગુંદર ખૂબ જ ફાયદાકારક છે. તે થાક, ચક્કર અને માઈગ્રેન જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે.
- ગુંદરનું સેવન કબજિયાતના દર્દીઓ માટે મદદરૂૂપ સાબિત થાય છે. દિવસમાં એકવાર તેનું સેવન કરવાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે.
- તે પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓ, ડિલિવરી પછી નબળાઈ, લ્યુકોરિયા અને સ્ત્રીઓમાં અન્ય સમસ્યાઓનાં પણ મદદરુપ થાય છે.
- ગુંદરના લાડુ અને પંજીરીનું સેવન પણ શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવા માટે કરવામાં આવે છે.