ગુજરાતનો પ્રથમ બનાવ: આપના ઉમેદવારને માત્ર 3 મત મળ્યા તળાજા તા.પં.ની 32 બેઠકમાંથી આપે 10માં ડિપોઝીટ ગુમાવી

ગત ટર્મના વિજેતા આપના મહિલા ઉમેદવારે બંનેમાંથી ડિપોઝીટ ગુમાવવી પડી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી મા લગભગ દરેક બેઠક પર…

ગત ટર્મના વિજેતા આપના મહિલા ઉમેદવારે બંનેમાંથી ડિપોઝીટ ગુમાવવી પડી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી મા લગભગ દરેક બેઠક પર ભાજપ ના બે-પાંચઅસંતુષ્ટો પક્ષ વિરોધી કામ કરતા હતા.તેમ છતાંય ત્રીજા મોરચા તરીકે ઉભરી આવીશું અને કોંગ્રેસ કરતાંય આપ નો દેખાવ સારો રહશે તેવી આગાહીઓ કરનાર ને પણ તળાજા ની જનતા એ તમાચો માર્યો છે.32 માંથી 10 બેઠકો ઉપર આપ ના ઉમેદવાર ની ડિપોઝીટ પણ બચાવી શક્યા નથી.

તળાજા તાલુકા પંચાયત મા કોંગ્રેસ ગાબડું પાડવામાં સફળ થઈ છે.તો બીજી તરફ આપ ની સ્થિતિ મા કોઈજ સુધારો આવ્યો નથી.ઉલટા નું અલંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મા કોંગ્રેસ ના ઉમેદવાર સાથે પરિવાર અનવ જ્ઞાતિવાદ ના નામે ઇલુઇલુ રમાનર લાલુબેન નરશીભાઈ ચૌહાણ ની બંને બેઠકો પરથી ડીપોઝીટ પણ ડુલ થઈ છે.તેઓ ગત ચૂંટણીમા આ વિસ્તારમાંથી જી.પં. ના આપ માંથી ચૂંટાઈ ને સદસ્ય બન્યા હતા.અને આ વખતે બંને બેઠક પરથી ડિપોઝીટ ગુમાવવા નો વખત આવ્યોહતો.તાલુકા પંચાયત મા માત્ર 31 અને જી.પં માં માત્ર 563 મત મળ્યા હતા.અહીં આપ અને કોંગ્રેસ ના મત નો સરવાળો કરો તો પણ ભાજપ ના વિજેતા ઉમેદવાર થી 1726 મત પાછળ રહી ગયા હતા.

ગુજરાત રાજ્યમાં સૌથી ઓછા મત કોઈ ઉમેદવાર ને મળ્યા હોય તો તે અલંગ -2 તા.પં. ના ઉમેદવાર જયપાલસિંહ ગોહિલ ને માત્ર 3 મત મળ્યા છે.સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ આ એક રેકોર્ડ ગણવામાં આવશે.

આપ ના ઉમેદવારની 10 બેઠકો પરથી ડિપોઝીટ ગઈ છે તેમાં અલંગ-1, 2, અને 3, ભદ્રાવળ, ગોરખી, કુંઢેલી, પસ્વી,સાખડાસર-1, ઠળિયા અને ત્રાપજ નો સમાવેશ થાય છે. મોટાભાગે આપ ત્રણ આંકડાઓ વટાવી શકી નથી. જોકે આ વખતે આપ ને બધેજ ઉમેદવાર મળી ગયા હતા. જેના કારણે ત્રીપંખીયા જંગ જેવો માહોલ જામ્યો હતો. મોટાભાગે આપ ત્રીજા સ્થાને જ રહ્યું હતું.