ગુજરાત

ગુજરાતી ઘરચોળા બન્યા ગ્લોબલ, હસ્તકલા ક્ષેત્રે પ્રાપ્ત થયો GI ટેગ

Published

on


ગુજરાત તેની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યને કુલ 26 GIટેગ પ્રાપ્ત થયા છે, જે પૈકી 22 GIટેગ હસ્તકલા ક્ષેત્ર માટે પ્રાપ્ત થયા છે. હવે ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ આપ્યો છે.આ સાથે ગુજરાતને મળેલા કુલ જીઆઈ ટેગની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે, જ્યારે હસ્તકલા ક્ષેત્રે આ 23મો જીઆઈ ટેગ મળ્યો છે.


તાજેતરમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત જીઆઈ એન્ડ બિયોન્ડ- વિરાસત સે વિકાસ તક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન ઘરચોળા હસ્તકલાને પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ એનાયત કરવામાં આવ્યો છે. ગરવી ગુર્જરીના પ્રયાસો થકી શક્ય બનેલ છે.


ઘરચોળા માટે જીઆઇની માન્યતા, પોતાના કલા વારસાને સુરક્ષિત રાખવાના ગુજરાતના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ જીઆઇ ટેગ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે અને તેનાથી ઘરચોળા કલાના અનન્ય સાંસ્કૃતિક ખજાનાનું સ્થાન વૈશ્વિક ફલક પર મજબૂત થશે.


ગુજરાતના ઘરચોળા હિંદુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. પરંપરાગત રીતે, ઘરચોળા લાલ અથવા મરૂૂન અને લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવતા હતા, જેને હિંદુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે. આજે ગુજરાતના વણકરો આધુનિક સમયને અનરૂૂપ ઘરચોળા સાડીની બનાવટમાં તેમની ડિઝાઇન્સ અને ટેકનીક્સને અપડેટ કરી રહ્યા છે. તેઓ વધુ આકર્ષક સાડીઓ બનાવવા માટે કૌશલ્ય વિકસિત કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘરચોળા સાડીઓની માંગમાં પણ ઘણો સુધારો થયો છે. નિગમના ગરવી ગુર્જરી વેચાણ કેન્દ્રો ખાતે ઘરચોળા સાડીઓનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version