એશિયન ગેમ્સમાં બે મેડલ જીતતા ગુજરાતની દીકરીને સરકાર તરફથી 1.33 કરોડનું ઇનામ

  એશિયન ગેમ્સ 2026માં રાઇફલ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને 2 સિલ્વર મેડલ જીતનાર ગુજરાતની પ્રતિભાશાળી ખેલાડી ઇલાવેનિલ વાલારિવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ…

 

એશિયન ગેમ્સ 2026માં રાઇફલ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને 2 સિલ્વર મેડલ જીતનાર ગુજરાતની પ્રતિભાશાળી ખેલાડી ઇલાવેનિલ વાલારિવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

એશિયન ગેમ્સ 2026માં રાઇફલ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને 2 સિલ્વર મેડલ જીતનાર ગુજરાતની પ્રતિભાશાળી ખેલાડી ઇલાવેનિલ વાલારિવાનનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત ઇલાવેનિલને રૂૂ.1.33 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.જાપાનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ઇલાવેનિલે રાઇફલ શૂટિંગમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેમણે Women’s 10m Air Rifle Individual અને Women’s 10m Air Rifle Team એમ 2 ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યા છે.

ઇલાવેનિલની આ સિદ્ધિ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને જરૂૂરી તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરે છે ત્યારે તેની પાછળ ખેલાડીની મહેનતની સાથે માતા-પિતાનું પણ મહત્વપૂર્ણ યોગદાન હોય છે.

ઇલાવેનિલ વાલારિવાન ગુજરાત સરકારની ઉકજજ યોજના અંતર્ગત કાર્યરત સંસ્કારધામ સંકુલમાં અભ્યાસ કરી ચૂકી છે. આજે એશિયન ગેમ્સમાં 2 સિલ્વર મેડલ જીતીને તેમણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.ઇલાવેનિલની સફળતા રાજ્યના અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂૂપ બની છે. રમતગમત ક્ષેત્રે આગળ વધવા માગતા યુવાનો માટે તેમની સફર મહેનત, સતત અભ્યાસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવાનું ઉદાહરણ બની છે.

ઇલાવેનિલને રમતગમતમાં સતત સારું પ્રદર્શન કરવા માટે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આર્થિક સહાય મળી છે. શક્તિદૂત યોજના અને ઓલિમ્પિક પ્રોત્સાહન હેઠળ કુલ રૂૂ. 1.33 કરોડની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત ઉકજજ યોજના અને ખેલ મહાકુંભ જેવી યોજનાઓ હેઠળ રૂૂ. 74 લાખની સહાય આપવામાં આવી છે.આ રીતે રાજ્ય સરકાર તરફથી ઇલાવેનિલને કુલ રૂૂ. 2.41 કરોડની પ્રોત્સાહક સહાય આપવામાં આવી હોવાનું જણાવાયું છે.