ક્રાઇમ

ગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયું

Published

on

ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (ઉૠૠઈં)ની અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ રાજકોટમાં દરોડા પાડીને હાઈ સ્પીડ ડીઝલ એટલે કે એચએસડીની આયાત બતાવીને બેઝ ઓઈલની આયાત કરવાનું અંદાજે રૂૂપિયા 500 કરોડનું કૌભાંડ પકડી પાડયું છે. જીએસટીની ચોરી કરવા માટે ઓછી કિંમતના ઈન્વોઈસ કેટલાક બોગસ ઈનવોઈસ અને બોગસ બિલિંગ પણ કરાયા છે એટલું જ નહીં બુક શોફ એકાઉન્ટ એડજસ્ટ કરવા માટે ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના દસ્તાવેજો સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સના અધિકારીઓએ જપ્ત કર્યા છે.

સેન્ટ્રલ જીએસટી ઈન્ટેલિજન્સના અધિકારીઓએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ભાઇ હરદેવસિંહ જાડેજાની રાજકોટ ખાતે કાર્યરત આશાપુરા એન્ટરપ્રાઇઝ અને તેની સાથે સંકળાયેલા યુનિટોને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરીને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ ધરપકડ . કરી છે. ભાજપના ટોચના નેતા ગણાતા જયરાજસિંહ જાડેજાના ભાઈની આશાપુરા એન્ટરપ્રાઇઝમાં સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સના અધિકારીઓએ દરોડા પાડીને સમગ્ર કૌભાંડ પકડી પાડયું છે. આ અગાઉ સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ધ્રુવી એન્ટરપ્રાઈઝ અને ડી એ એન્ટરપ્રાઈઝ સહિતની 14 કંપનીઓને ત્યાં દરોડા પાડીને રૂૂપિયાની જીએસટીની ચોરી શોધી, જેમાં 15 જેટલા આરોપીઓની ઓળખ કરાઈ હતી ત્યારબાદ એન્ફોર્સમેન્ટના અધિકારીઓએ પણ અમદાવાદ ભાવનગર જૂનાગઢ વેરાવળ, રાજકોટ, સુરત અને કોડીનારમાં દરોડા પાડ્યા હતા.આ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે અખાતી દેશમાંથી બેઝ ઓઇલ આયાત કરીને કરોડો રૂૂપિયાની જીએસટીની ચોરી શોધી કાઢવા માટે રાજકોટ,મુન્દ્રા, કંડલા સહિત અનેક સપ્લાયરો ને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. હાઈ સ્પીડ ડીઝલના નામે બેઝ ઓઇલની આયાત કરવામાં આવતી હતી જેનો મોટાભાગે ઉપયોગ ઇન્ડસ્ટ્રી ઓટોમોટીવ પ્રોડક્ટ એન્જિન ઓઈલ ટ્રાન્સમિશન અને ગિયર ઓઇલ બનાવવા માટે તેમજ હાઈડ્રોલિક ઓઈલ, બ્રેક ઓઈલ, સ્ટીયરીંગ ઓઈલ, ગીયર ઓઇલ બનાવવા માટે પણ થાય છે એટલું જ નહીં હાઈસ્પીડ ઇક્વિપમેન્ટ માટે પણ બેઝ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં રાજકોટ જામનગર કંડલા ગાંધીધામની ઇન્ડસ્ટ્રીઓ આનો ઉપયોગ વધારે કરતા હોય છે. પ્રાથમિક તપાસમાં આયાતી માલ સપ્લાય કરતી વખતે ઓછી કિંમતના ઈન્વોઈસની સાથે બોગસ ઇન વોઇસ અને બોગસ બીલિંગ પણ કરાયા છે.

એકાઉન્ટમાં ખોટા હિસાબો પણ દર્શાવ્યા છે. રાજકોટની આશાપુરા એન્ટરપ્રાઈઝ દ્વારા અત્યાર સુધીમાં કેટલું બેઝ ઓઇલ મુન્દ્રા અને કંડલા પોર્ટ ઉપર આયાત કરાયું તેની માહિતી એકત્ર કરી લેવાય છે આયાતી ઓઇલ કોને-કોને સપ્લાય કરવામાં આવ્યું છે, તેની પણ માહિતી સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સના અધિકારીઓએ મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version