ગુજરાત
યાર્ડમાં મગફળી સહિતની જણસીની મબલખ આવક
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. નવેમ્બર મહીનાથી નવા સિંગતેલની આવક થશે ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં છેલ્લા પંદર દિવસથી મગફળી અને કપાસ સહીતની જણસીની ચિક્કાર આવક થઇ રહી છે. આજે પણ યાર્ડમાં મગફળીની 82500 મણ, કપાસ 28000 મણ, ઘઉં સહીતની જણસીની મબલખ આવકથી યાર્ડ ઉભરાઇ ગયું હતું. જણસીઓના ઢગલાથી ડોમમાં જગ્યાનો અભાવ જોવા મળતા યાર્ડના સતાધીશો દ્વારા નવા આદેશ સુધી મગફળીની આવક બંધ કરાઇ છે અને ખેડુતોને મગફળી નહીં લાવવા સુચના આપવામાં આવી છે.