Site icon Gujarat Mirror

નવવધૂ પર વરપક્ષે 8.5 કરોડની રોકડનો કર્યો વરસાદ

શ્રીમંતાઇની હદ બહારના પ્રદર્શનથી પંજાબની પ્રજા દંગ: વરપક્ષે કર્યું અકલ્પનીય પરાક્રમ

પંજાબમાં ’બિગ ફેટ વેડિંગ’નો ક્રેઝ કોઈ નવી વાત નથી, પરંતુ તાજેતરમાં સામે આવેલા એક લગ્નના વીડિયોએ સંપત્તિના પ્રદર્શનની તમામ હદો વટાવી દીધી છે. એક ભવ્ય લગ્ન સમારોહમાં વરરાજાના પરિવારે ક્ધયા પર ફૂલોની પાંખડીઓની જેમ 8.5 કરોડ રૂૂપિયાની રોકડ નોટોનો વરસાદ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખું સ્ટેજ પાંચસો અને બે હજારની નોટોના ઢગલાથી ભરાઈ ગયું હતું. વરરાજા પોતે પણ બોરીઓમાંથી નોટોના બંડલ કાઢીને હવામાં ઉડાડતો જોવા મળ્યો હતો, જાણે પૈસાની કોઈ કિંમત જ ન હોય! આ અકલ્પનીય નજારો જોઈને ત્યાં હાજર મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

કૌતુકની વાત તો એ છે કે નોટો ઉડાડ્યા પછી તેને ફરીથી ભેગી કરવામાં પરિવારને પરસેવો છૂટી ગયો હતો. કલાકો સુધી ચાલેલા આ ’રોકડ-વરસાદ’ બાદ જમીન પર પથરાયેલી નોટોને ઉપાડવા માટે માણસો રોકવા પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉડેલી નોટોને જ્યારે ફરીથી ભેગી કરવામાં આવી ત્યારે 40 થી વધુ મોટી બોરીઓ છલોછલ ભરાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયોએ ધૂમ મચાવી છે, જ્યાં નેટીઝન્સ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, “આવા લગ્નમાં તો મફતમાં ભોજન પીરસવાનું કામ મળ્યું હોત તો પણ અમે ગયા હોત, કમસેકમ નીચે પડેલી થોડી નોટો તો ઘરે લઈ આવત!”

જોકે, સંપત્તિના આ આંધળા પ્રદર્શને ગંભીર ચર્ચાઓ પણ જન્માવી છે. ઘણા લોકોએ આ ઘટનાની ટીકા કરતા જણાવ્યું છે કે આ પ્રકારનો દેખાડો અસંસ્કારી છે અને તેના કરતા આ નાણાં કોઈ સામાજિક કાર્યમાં વાપરવા જોઈએ. બીજી તરફ, આવકવેરા વિભાગ અને અન્ય તપાસ એજન્સીઓ પણ આ વાયરલ વીડિયોના આધારે તપાસ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. પંજાબના આ ’કરોડપતિ’ લગ્ને ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતમાં લગ્નોત્સવ માત્ર બે પરિવારોનું મિલન નથી, પરંતુ પોતાની આર્થિક તાકાત બતાવવાનું એક મોટું મેદાન પણ બની ગયું છે.

Exit mobile version