Site icon Gujarat Mirror

ગ્રાન્ટેડ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની હાજરી મુજબ આપવામાં આવશે ગ્રાન્ટ

શહેરી વિસ્તારમાં 80 ટકા અને ગ્રામ્યમાં 55 ટકા હાજરી ફરજિયાત

ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ગ્રામ્ય વિસ્તારમાં 55 ટકા, શહેરી વિસ્તારમાં 80 ટકા વિધાર્થીઓની હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે. હાજરી પ્રમાણે ગ્રાન્ટ કાપવાના વિસ્તૃત નિયમો જાહેર કરવામાં આવ્યા છે, ગ્રામ્ય વિસ્તારમાં 40 ટકાથી ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કપાશે અને શહેરોમાં 60 ટકાથી ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કાપવાનો નિર્ણય લેવામાં આવેલ છે ત્યારે શહેરોમાં 80 ટકા કરતા ઓછી હાજરીમાં 25 ટકા ગ્રાન્ટ કપાશે. તેમજ શહેરોમાં 50 ટકા કરતા ઓછી હાજરીમાં 50 ટકા ગ્રાન્ટ કાપવામાં આવશે.

આ જ રીતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શિક્ષણ વિભાગ હેઠળની આવી ગ્રાન્ટ ઇન એઈડ સેક્ધડરી અને હાયર સેક્ધડરી શાળાઓને આ સહાય 80:20ના પ્રમાણમાં આપવામાં આવશે.છેલ્લા લાંબા સમયથી ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાઓના પગલે રાજ્ય સરકારમાં નવા નિયમો બનાવવામાં આવી રહ્યા હતાં. જે અંતે જાહેર કરવામાં આવ્યા છે.

Exit mobile version