કોરોના કાળ બાદ મોબાઇલનુ વળગણ બાળકોને દીવસે ને દીવસે વધતુ ગયુ છે . એ સમયે બાળકોનાં અભ્યાસનાં વર્ગો પણ ઓનલાઇન મોબાઇલમા લેવાતા હતા . કોરોના જતો રહયો પરંતુ મોબાઇલનુ વળગણ હજુ પણ બાળકો માટે જતુ નથી આવી જ રીતે મોબાઇલનાં વળગણને કારણે આજે એક શ્રમીક પરીવારે પોતાનાં બાળકને ગુમાવ્યો છે. આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમા બનવા પામ્યો છે શહેરનાં ચંદ્રેશનગરમાં સતત મોબાઈલમાં મશગુલ રહેતા 12 વર્ષના પુત્રને પિતાએ ઠપકો આપી મોબાઈલનો પાસવર્ડ બદલાવી નાખતા, તેનું લાગી આવતા 12 વર્ષના સૌરભે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી મુજબ ચંદ્રેશ નગર મેઇન રોડ પર રહેતો સૌરભ રાકેશ પાંડે(ઉ.વ.12)એ ગઈકાલે પોતાના ઘરે રૂૂમમાં છતના એંગલમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા 108ના ઇએમટી બાબુભાઈ મેર સ્થળ પર પહોંચ્યા હતા સૌરભને મૃત જાહેર કર્યો હતો. પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ સારંગભાઈ અગાણીયા તેમની ટીમ સાથે દોડી ગયા હતા.ત્યાં જરૂૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે.પિતા રીક્ષા ચલાવે છે. સૌરભ ધો.7 માં અભ્યાસ કરતો હતો. તેનો નાનો ભાઈ રૂૂદ્ર 5 વર્ષનો છે. માતાનું નામ ગીરીજાબેન છે. પરિવાર ચંદ્રેશ નગર મેઇન રોડ પર યુનિવર્સલ સ્કૂલ પાસે રહે છે.સૌરભે પગલું ભર્યું તે અંગે પ્રથમ માતા ગિરીજાબેનને જાણ થતા તેઓએ તુરંત પતિ રાકેશભાઈને જાણ કરી હતી.બાદમાં 108 માં જાણ કરાઈ હતી.તેનો પરિવાર 20 વર્ષથી રાજકોટમાં રહે છે.ગઈકાલે સૌરભ શાળાએથી ઘરે આવ્યો હતો અને બાદમાં બીજું બધું કામ મુકી ઘરના મોબાઇલમાં મશગુલ થઈ ગયો હતો.જેથી પિતાએ ઠપકો આપ્યો હતો અને આખો દિવસ મોબાઈલમાં શું મશગુલ રહે છે તેમ ઠપકો આપ્યો હતો.સૌરભ પાસેથી મોબાઈલ લઈ લીધો હતો અને તેનો લોક પાસવર્ડ ચેન્જ કરી નાખ્યો હતો.
પિતા બપોરે ત્રણ વાગ્યે બાદ રીક્ષા લઇ ધંધો કરવા ચાલ્યા ગયા હતા.પિતા ગયા બાદ સૌરભ એ ફરી મોબાઈલ હાથમાં લીધો પણ પાસ વર્ડ ચેન્જ હોવાથી મોબાઈલનો લોક ખુલ્યો નહોતો. લોક ના ખુલતા સૌરભ ગુસ્સે થઈ માતાને પાસવર્ડ બદલી આપવાનું કહ્યું,માતાને પણ પાસવર્ડ ખબર ન હોય, જેથી લોક ન ખુલતા સૌરભ માતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને માતા ઘર કામમાં વ્યસ્ત હતા ત્યારે રૂૂમમાં જઈ આ પગલું ભરી લીધું હતું. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.
