ગુજરાત
BAPSમંદિરે શનિવારે 1500થી અધિક વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ
દિવ્ય દિપોત્સવ પર્વ નિમિત્તે 2000થી વધુ વ્યાપારીઓ વૈદિક ચોપડા પૂજનવિધિમાં જોડાયા: અન્નકૂટ દર્શનનો લાભ લેવા હરિભક્તોને કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીનું નિમંત્રણ
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવસમગ્ર ભારતભરમાં ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે કાલાવડ રોડ પરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને દીપોત્સવીપર્વે સુંદર દીવડા, તોરણ તેમજ કલાત્મક રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યું છે.દીપાવલીના પર્વે સવારે 8:30થી 11:00 દરમ્યાન પ્રમુખ સ્વામી સભાગૃહમાં વૈદિક ચોપડા પૂજન વિધિ યોજવામાં આવી હતી. સભાગૃહમાં પ્રવેશ કરતા સંતો સૌ ભક્તોના ભાલે ચંદનનો ચાંદલો કરી, નાડાછડી બાંધી આપતા હતા.
સંસ્થાના વિદ્વાન સંતો વિશ્વેશતીર્થ સ્વામી અને અમૃતકીર્તન સ્વામીએ 2000થી અધિક ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓને વૈદિક પૂજનવિધિમાં જોડ્યા હતા.અંતમાં અપૂર્વમુનિ સ્વામી દ્વારા તમામ હરિભક્તોને પૂજાપાના પાના પર આશીર્વચનનું લેખન કરાવવામાં આવ્યું હતું અન ેપ્રગટ ગુરુ હરિમહંતસ્વામી મહારાજના વિડીયો આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થયો હતો.
આજે વિક્રમ સંવત 2080ની દિવાળીની અંતિમ સંધ્યાએ મંદિર પર ઠાકોરજી સમક્ષ ભવ્ય કલાત્મક દિવડાઓની રંગોળી રચવામાં આવી હતી. ભક્તો-ભાવિકોએ હજારો દીવડાઓના શણગાર રચિતઠાકોરજીની આરતી દ્વારા વર્ષની અંતિમ સંધ્યા આરતી કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.વિક્રમ સંવત 2081 એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિને ઠાકોરજીને નવા વાઘા પરિધારણ કરાવવામાં આવશે અને શણગાર આરતી દ્વારા વર્ષના પ્રથમ દિને ભક્તો ભાવિકો ભગવાન સમક્ષ પ્રાર્થના કરી આજના દિનનો મંગલ પ્રારંભ કરશે. ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા એ છે કે પ્રથમ ભગવાનને અર્પણ કર્યા બાદ જ સૌ કોઈ એ અન્નકૂટની વિવિધ વાનગીઓને પ્રસાદ સ્વરૂૂપે ગ્રહણ કરતા હોય છે. આ વર્ષે મહંત સ્વામીમહારાજના આશીર્વાદથી રાજકોટ મંદિર ખાતે 1500થી અધિક શુધ્ધ, સાત્વિક અને શાકાહારી વાનગીઓનો અન્નકૂટ રચાશે.
ઠાકોરજી સમક્ષ હિન્દુ પરંપરાગત શૈલી પ્રમાણે અન્નકૂટ રચવામાં આવશે જેમાં પ્રથમ ગોળાકારમાંમિષ્ટાનોગોઠવાશે, દ્વિતીય ગોળાકારમાં દાળ, ભાત, કઠોળ વગેરે ભીની વાનગીઓ ગોઠવાશે. મધ્યમાં રાંધેલા ચોખાનો ‘ગોવર્ધન પર્વત’ રચવામાં આવશે. રાજકોટના રાજકીય અને સામાજીકઆગેવાનો તેમજ અગ્રણી મહાનુભાવોની હાજરીમાં અન્નકૂટની પ્રથમ આરતીનો 11:00 વાગ્યે લાભ પ્રાપ્ત થશે. ત્યારબાદ દર કલાકે સાંજે7:00 વાગ્યા સુધી અન્નકૂટ આરતીનો લાભ પ્રાપ્ત થશે.દર્શનાર્થીઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેના શિસ્તબદ્ધ આયોજન માટે કાર્યકરોની ટીમ ખડે પગે સેવામાં રહેશે.
અન્નકૂટ ઉત્સવનો પ્રસાદ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારો ભાવિકો સુધી પહોંચાડવામાં આવશે.અદ્દભુત સુશોભન, સુંદરતા અને શ્રદ્ધાનાત્રિવેણી સંગમ સાથે નૂતન વર્ષે આયોજીત અન્નકૂટ ઉત્સવમાં રાજકોટના તમામ શહેરીજનોને પરિવાર-મિત્રજનો સહિત દર્શન-આશીર્વાદનો લાભ લેવા બી.એ.પી.એસ. સ્વામિ નારાયણ મંદિર વતી કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીએ હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.