Site icon Gujarat Mirror

GPSC વર્ગ-1 અને 1ની પરીક્ષાઓ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાશે

 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વર્ગ-1 અને વર્ગ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની તારીખોની રાહ જોતા ઉમેદવારો માટે આ જાહેરાત મહત્વપૂર્ણ સાબિત થઈ છે અને તૈયારીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.GPSC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કુલ 18 જેટલા વિવિધ સંવર્ગોની પ્રાથમિક પરીક્ષાઓ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર યોજાશે. આ પરીક્ષાઓમાં વહીવટી સેવાઓ સાથે ટેક્નિકલ, શિક્ષણ તેમજ અન્ય વિશેષ સેવાઓના પદોનો સમાવેશ થાય છે. તારીખો જાહેર થતાં જ ઉમેદવારો પરીક્ષાની વ્યૂહરચના અને અભ્યાસમાં વ્યસ્ત બન્યા છે.

આ સાથે જ GPSC દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી લગભગ સાત જેટલી ભરતી પરીક્ષાઓ માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક અને મુખ્ય બંને પ્રકારની પરીક્ષાઓ માટેના કોલલેટર માત્ર ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉમેદવારો GPSC ની અધિકૃત વેબસાઇટ પર જઈને પોતાનો ક્ધફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ઉમેદવારને પોસ્ટ કે અન્ય કોઈ માધ્યમથી કોલલેટર મોકલવામાં આવશે નહીં.હોલ ટિકિટમાં પરીક્ષા કેન્દ્ર, તારીખ, સમય અને જરૂૂરી સૂચનાઓ દર્શાવવામાં આવશે. ઉમેદવારોને સમયસર હોલ ટિકિટ ડાઉનલોડ કરી તેની તમામ વિગતો તપાસવા અને પરીક્ષા દિવસે અનિવાર્ય રીતે સાથે લાવવા સૂચના આપવામાં આવી છે. GPSC એ ઉમેદવારોને નિયમિત રીતે પોતાની વેબસાઇટ ચેક કરવા અને જાહેર કરવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

Exit mobile version