રાષ્ટ્રીય

સરકારી કર્મચારીને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરતી સરકાર

Published

on

સાતમા પગાર પંચ હેઠળના તમામ કર્મચારીઓને લાભ મળશે, 1 જાન્યુ. 24થી વધારો ગણી ત્રણ હપ્તામાં ચૂકવાશે

માર્ચમાં મોંઘવારી ભથ્થામાં (ડીઆર)માં 4% વધારો કરવાના ગુજરાત સરકારના આદેશ પછી, ફરી ગઇકાલે 4 ટકાનો વધારો જાહેર કરાયો છે. જાન્યુઆરીથી જૂન 2024 સુધીની વધારાની રકમ પેન્શનરોને ઓગસ્ટથી ઑક્ટોબર 2024 સુધી ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.


દરેક કેસમાં ડીઆરની પાત્ર રકમની ગણતરી પેન્શન વિતરણ સત્તાધિકારીની જવાબદારી રહેશે. રાજ્યમાં 7મા પગારપંચ હેઠળ પેન્શન મેળવતા પેન્શનધારકોને આ વધારાનો લાભ મળશે.


પેન્શનરોને મૂળ પગારના 46%નો વચગાળાનો વધારો આપવામાં આવ્યો હતો, જે જાન્યુઆરી 2024થી વધારીને 50% કરવામાં આવશે. જાન્યુઆરીથી જૂન સુધીના સૂચિત વચગાળાના વધારાની તફાવતની રકમ હપ્તામાં ચૂકવવામાં આવશે. એ જ રીતે, પહેલો હપ્તો જુલાઈના પેન્શન સાથે ઑગસ્ટમાં, બીજો હપ્તો ઑગસ્ટના પેન્શન સાથે સપ્ટેમ્બરમાં અને ત્રીજો હપ્તો ઑક્ટોબરમાં સપ્ટેમ્બરના પેન્શન સાથે ચૂકવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version