ગુજરાત

નોટરી સમક્ષના છૂટાછેડા ગેરકાયદે ગણવાનો સરકારનો નિર્ણય તઘલખી : એડવોકેટ અરૂણ દવે

Published

on

નોટરાઈઝ છૂટાછેડા અંગેના સરકારના પરિપત્રથી આમ જનતા, વકીલો અને નોટરીની પરેશાની અંગે કરાશે રજૂઆત

ભારત સરકાર દ્વારા તઘલખી નિર્ણય કરીને ગત અઠવાડીયે એવો પરીપત્ર બહાર પાડવામાં આવેલ છે કે નોટરી દ્વારા છુટાછેડા કે લગ્ન અંગેના કોઈપણ જાતના ડોકયુમેન્ટ કરવાના નહી. અને જો આવા કોઇપણ ડોકયુમેન્ટ કરવામાં આવશે તો તે માન્ય રહેશે નહી તે ગેરકાયદેસર ગણાશે અને આવુ કામ કરનાર નોટરી સામે પગલા ભરીને તેનુ લાયસન્સ રદ કરવામાં આવશે.

સરકારના આ પરીપત્રના કારણે આમ જનતા, વકીલો અને નોટરીમા ભારે અસંતોષ ભરી સ્થિતિ ઉભી થયેલ છે અને જેના કારણે હાલ નોટરીઓ તરફથી આ પ્રકારના કામ બંધ થતા આમ જનતા અને વકીલોમા દેકારો બોલી ગયો છે. નોટરી સમક્ષ કરાતા છુટાછેડાના કારણે જનતા અને વકીલોને ખુબ જ સરળતા રહેતી અને જે પતિ પત્નિ સાથે રહેવા માંગતા ન હોય તેઓ સરળતાથી એક બીજાથી છુટા પડી શકતા અને પોતાને અનુકુળ લાગે ત્યા પુન:લગ્ન કરીને પોતાનો ઘર સંસાર શરૂૂ કરી દઈ શકતા હતા અને જરૂૂર પડયે તો નામ. કોર્ટ સમક્ષ જઈને છુટાછેડા અંગેનો હુકમ પણ લઇ લેતા હતા.

જેનાથી પક્ષકારો અને વકીલોનો સમય પણ બચતો હતો અને આ કામ સરળતાથી થઇ જતુ હતુ. પરતુ ભારત સરકારને શું સ્વપ્ન આવ્યું અને આમ જનતા અને વકીલોને હેરાન પરેશાન કરનારા આ કાળા પરિપત્રથી એક જાટકે નોટરી સમક્ષ છુટાછેડા જેવું મહત્વનું કામ બંધ કરીને સમાજના મોટા ભાગના વર્ગને હેરાન પરેશાન કરી નાખેલ છે અને જેના કારણે હાલમા સરકાર વિરુદ્ધ રોષની લાગણી ઉભી થયેલ છે. અને આ પરિપત્રથી કોર્ટના કાર્યમાં ભારણ વધશે અને કોર્ટમા કેસનો ભરાવો થશે અને હાલમા પણ કોર્ટમા કેસનો ભરાવો છે અને જેનાથી કોર્ટ કાર્યવાહીમાં ચાલી રહેલ કેસોમા વિલંબ થશે અને લોકો હેરાન પરેશાન થશે.

ખરી હકીકતે મહીલાઓએ પોતાના પતિ તરફથી થતી હિંસા અને શારિરીક માનસિક દુ:ખ ત્રાસથી બચવા નોટરી સમક્ષ છુટાછેડા લઇને પોતાનો છુટકારો મેળવતી હતી તેમા હવે વિલંબ થશે અને જેના કારણે મહિલાઓને પોતાના પતિ તરફથી થતી હિંસામા છુટકારો મેળવવામા વિલંબ થશે જેનાથી મહિલાઓ ઉપર હિંસા અત્યાચારો વધશે અને સરકારના આ હિંસામા ભાગીદાર બનશે એવુ લાગી રહ્યું છે. સરકાર દ્વારા મહિલા હિંસા અને અત્યાચારને પ્રોત્સાહન પુરૂૂ પાડવામાં આવી રહ્યાનું આ પરીપત્રથી ફલીત થાય છે. હિંદુ કાયદા મુજબ અમુક જ્ઞાતિ માટે કોર્ટ માંથી છુટાછેડા લેવા માટે ફરજીયાત ક્ધસેન્ટ ડિકીનો ઓર્ડર લેવો જરૂૂરી છે.

પરંતુ કાયદામાં એવું કોઈ પ્રોવીઝન નથી કે તે સિવાયની જ્ઞાતિના પક્ષકારોએ કમ્પલસરી કોર્ટમાંથી ડિકી લેવી પડે અને તેના માટે સરકારે નોટરીનું પ્રોવિઝન કરીને વહીવટી સરળતા ખાતર નોટરી પાસે ડોકયુમન્ટ કરાવવા જરૂૂરી છે. માત્ર કાગળ ઉપર એફીડેવીટના આધારે જે લોકો લગ્નની નોંધણી ફેરા ફર્યા વગર લગ્ન નોંધણી કરતા હોય તે અટકાવવા જરૂૂરી છે માટે લગ્નના સોગંદનામા બંધ કરાવવા યોગ્ય છે પરંતુ નોટરી સમક્ષના છુટાછેડા ગેરકાયદેસર ગણવા એ સરકારનો નિર્ણય તઘલખી અને ખોટો હોવાનો રાજકોટના એડવોકેટ અરૂણભાઈ એન. દવેની યાદીમાં જણાવ્યું છે. નોટરાઈઝ છૂટાછેડા અંગેના સરકારના પરિપત્રથી આમ જનતા વકીલો અને નોટરીની પરેશાની અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે. તેવું એડવોકેટ અરૂણભાઈ દવેએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version