Site icon Gujarat Mirror

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!

દિવાળીના તહેવારોમાં પત્ની સાથે રાજકોટ આંટો મારવા આવેલા યુવાનને યુવતી જોઇ જતા ભાંડો ફૂટયો, ધરપકડ

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે લગ્નની લાલચે પ્રેમ સંબંધ બાંધી ગૌતમ સોલંકી નામના શખ્સે અનેકવાર દુષ્કર્મ ગુજારી બાદ અમદાવાદ સ્થાયી થઈ ગયો હતો અને ત્યાં ત્યકતા સાથે લગ્ન કરી લીધાં હતાં.બાદમાં રાજકોટ પત્ની આંટો મારવા આવેલા યુવાનને અન્ય મહિલા સાથે યુવતી જોઈ જતાં ભાંડો ફૂટ્યો હતો અને યુવતી પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા પહોંચી હતી.મળતી વિગતો મુજબ,રેલનગરમાં આવેલ એક ટાઉનશીપમાં રહેતી 24 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગૌતમ ઘનશ્યામભાઈ સોલંકી (ઉ.વ.28, રહે. રેલનગર, હાલ અમદાવાદ) નું નામ આપતાં પ્ર. નગર પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યુવતીને રેલનગર વિસ્તારમાં રહેતા આરોપી ગૌતમ સાથે આંખો મળી જતા પ્રેમ થયો હતો. બંને છેલ્લા સાત વર્ષથી પ્રેમમાં હોય જેથી બંને ફોનમાં નિયમિત વાત કરતાં હતાં. આરોપી ગૌતમ યુવતીને લગ્નની લાલચ આપી તેને શહેરની અલગ-અલગ હોટલમાં અવારનવાર હવસનો શિકાર બનાવતો હતો.એક વર્ષ પહેલા આરોપી કામ ધંધા અર્થે અમદાવાદ જતો રહ્યો હતો. જયાં તેણે એક સંતાનની માતા સાથે લગ્ન કરી લીધા હતા. દરમિયાન દિવાળીના તહેવાર પર આરોપી તેની પત્નીને લઈને રાજકોટ આવ્યો હતો. ત્યારે યુવતીને તે બાબતની જાણ થતાં યુવતી આરોપીના ઘરે પહોંચતા આરોપીએ લગ્ન કરી લીધા હોવાની જાણ થઈ હતી. જે બાદ બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. બાદમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસના પીઆઈ ઝણકાટ અને રાઇટર મન્સુરશાએ આરોપી ગૌતમ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version