ગુજરાત
તળાજામાંથી સરકારી રાશનનો જથ્થો ઝડપાયો, તાલુકા ભાજપ સદસ્યની જનતા રેડ
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા સરકાર દ્વારા જરૂૂરિયાત મંદ પરિવાર ને આપવામાં આવતું રાશન ને લઈ મોટો કાળોકારોબાર ચાલે છે.આ બાબત વર્ષોથી લોકો જાણેછે, સરાજાહેર વાતો પણ થાય છે.ત્યારે આજે તળાજા તાલુકા પંચાયત ફુલસર ના ભાજપ ના સદસ્ય એ જનતા દ્વારા મળેલ બાતમીને આધારે લોકોને સાથે રાખી છકડા મા લઈ જવાતો સરકારી રાશન નો જથ્થો વહેલી સવારે 6 કલાકે પકડી લીધો હતો.તાલુકા પંચાયત ના સદસ્ય સંજયભાઈ કટારીયા એ જણાવ્યું હતુ કે ફુલસર ગામના લોકોની વ્યાપક ફરિયાદ હતીકે રાશનમા મળતો જથ્થો વજનમાં ઓછો મળી રહ્યો છે.વાહનમા ભરી ને લઈ જવામાં આવે છે.જેને લઈ આજે ગ્રામજનોએજ વોચ ગોઠવી હતી.
વહેલી સવારે 6 વાગ્યા ના આસપાસ ફોન આવતા પોતાની ફોર વહીલ લઈ દોડી જઇ ફુલસર મહાદેવપરા રોડ પરથી પસાર થતા છકડા નં.જીજે01-સી.ઝેડ-0079 મા લઈ જવાતો જથ્થો પકડી લીધેલ.જોકે છકડા ચાલક પોતાને દાડિયા ભરવા જવાનુ છે તેમકહી ઘઉં ચોખા ઉતારી રવાના થઈ ગયો હતો.પુરવઠા મામલતદાર નીતિન ભાઈ વાળા એ જણાવ્યું હતુ કે સરકારી રાશન નો જથ્થો હોવાની ખરાઈ થતા ઘઉં 248 કિલો,ચોખા 197 કિલો મળી 12429/-ની કિંમત નો સરકારી ગોડાઉન મા હાલ મુકવી દીધેલ છે.ફુલસર રેશન શોપ પર તપાસ કરવામાં આવી હતી.
હાલ ત્યાં ઘટ જણાઈ નથી.ટેમ્પા નો અને ચાલક નો મોબાઈલ નંબર પોલીસ ને આપેલ છે.તેના આધારે તે શોધીલાવે બાદ ચાલક ની પૂછપરછ કર્યા બાદ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.તાલુકા પંચાયતના ભાજપ ના સદસ્ય દ્વારા જનતાની પીડા સમજી ને મજબૂત નેતૃત્વ પૂરું પાડવા બદલ ભાજપ અને આમ જનતામા આ પ્રકાર ના મજબૂત નેતૃત્વ ની જરૂૂર હોવાની ચર્ચા ઉઠી હતી.