Site icon Gujarat Mirror

કોટડાસાંગાણીના રામોદ ગામે 8 એકરમાં સરકારી દબાણ દૂર કરાયું

કલેકટર પ્રભવ જોષીના દિશાનિદર્શનમાં રાજકોટ જિલ્લામાં સરકારી જગ્યા પર કરાયેલા દબાણ દૂર કરવાની કામગીરીના ભાગરૂૂપે આસિસ્ટન્ટ કલેકટર, રાજકોટ શહેર-2 મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આજ રોજ કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામના સરકારી ખરાબાના સર્વે નં. 664 તથા 666 પૈકીની જમીન પર આશરે 8 એકરમાં ફરતે બાંધવામાં આવેલી પાકી દીવાલ તથા 2 રૂૂમનું પાકું મકાનનું દબાણ દૂર કરવામાં આવ્યુ છે.
આજરોજ કોટડાસાંગાણી મામલતદાર ગુમાનસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

સદરહુ દબાણની કાર્યવાહીમા નાયબ મામલતદાર હિતેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.રાઠોડ, પોલીસ સબ ઇન્સપેકટર આઇ.ડી.જાડેજા, તલાટી દીપ આહ્યા વગેરે ઉપસ્થિત રહી દબાણની કામગીરી શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. દબાણગ્રસ્ત જગ્યાની બજાર કિંમત આશરે 4.75 કરોડ જેટલી હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે.

Exit mobile version