Site icon Gujarat Mirror

વડિયાના સુરવો ડેમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલા સુરવો ડેમમાં સાંજે 5:30 આસપાસ એક યુવતીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિક પોલીસ અને મામલતદાર ના તંત્ર ને જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હોદીની મદદથી આ યુવતી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ વડિયા ના ભીખાભાઇ હીરાભાઈ મકવાણા ની 22 વર્ષીય દીકરી દયાબેન ને હોય તેની જાણ થતા દલિત સમાજના લોકો પણ ઘટના સ્થળે દોડી આવી આ મૃતદેહ ને વડિયા સરકારી હોસ્પિટલ ખાતે લાવી તેનું પીએમ કરવામાં આવ્યુ હતુ. વડિયા પોલીસ માં યુવતીના પિતા ના જણાવ્યા અનુસાર પોતાની દીકરી દયાબેન છેલ્લા ચાર માસથી ધૂની મગજના થઇ ગયેલા હોય તેના ઘરે પણ બોલ બોલ કરતા હોય અને અવાર નવાર તેમના ઘર ના સભ્યો તેને આ બાબતે સારવાર કરવવાનું જણાવતા હોય જેના કારણે આવુ પગલું ભર્યા નુ જણાવાયું હતુ. યુવાન દીકરી ના મૃત્યુ ના સમાચાર થી તેના પરિવાર માં પણ ઘેરા શોક ની લાગણી ફેલાઈ હતી.આ બાબતે હાલ વડિયા પોલીસ ના એમ એન ગઢવી તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version