કૃષ્ણની લીલાની અલૌકિક માટી ગોપીચંદનને GI ટેગ અપાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની કેન્દ્રમાં અરજી દ્વારકાથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા ગોપી તળાવની વિશિષ્ટ પીળી-પીળી માટી ‘ગોપી ચંદન’ને વૈષ્ણવ ભક્તો દ્વારા…

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની કેન્દ્રમાં અરજી

દ્વારકાથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા ગોપી તળાવની વિશિષ્ટ પીળી-પીળી માટી ‘ગોપી ચંદન’ને વૈષ્ણવ ભક્તો દ્વારા સદીઓથી પવિત્ર માનવામાં આવે છે. કૃષ્ણની ગોપીઓની લીલા અને દ્વારકા સાથે જોડાયેલી આ માટીને હવે ભૌગોલિક સંકેત (GI) ટેગ મળવાની તૈયારી શરૂૂ થઈ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJ COST)એ આ અઠવાડિયે કેન્દ્રીય વિભાગ દ્વારા ચલાવવામાં આવતા જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ રજિસ્ટ્રીમાં ગોપી ચંદન માટે અરજી કરી છે. આ ગુજરાતનું પ્રથમ ધાર્મિક-સામાજિક ઉત્પાદન છે જેના માટે ૠઞઉંઈઘજઝ એ GI ટેગની પ્રક્રિયા શરૂૂ કરી છે. અગાઉ આ સંસ્થાએ સંખેડા લાકડાની ફર્નિચર, વલસાડી ચીકુ, ખંભાતી આકિક અને કચ્છી ભરતકામ જેવા ઉત્પાદનોને GI ટેગ અપાવ્યા છે.

પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં દ્વારકાના ગોપી ચંદનનો ઉલ્લેખ છે. ભક્તો માટે આ માટી માત્ર એક વસ્તુ નથી, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઓળખનું પ્રતીક છે. વર્ષે ટન્નો આ પવિત્ર માટી પ્રક્રિયા કરીને વિશ્વભરમાં વેચાય છે. વૈષ્ણવો તેનો ઉપયોગ ભગવાન કૃષ્ણની મૂર્તિઓ પર અને કપાળે તિલક તરીકે કરે છે.

આ માટીમાં ડોલોમાઇટ, ક્વાર્ટ્ઝ, કાઓલિનાઇટ અને મસ્કોવાઇટ જેવા ખનીજોનું વિશિષ્ટ મિશ્રણ છે. તેનું ઉત્પાદન પરંપરાગત હાથની પદ્ધતિથી થાય છે છાણવું, પલાળવું, ગૂંથવું, આકાર આપવો અને સૂર્યમાં સુકાવવું. આ કાર્યમાં આસપાસના 20 જેટલા સ્થાનિક કુટુંબો સામેલ છે. વાર્ષિક ઉત્પાદન આશરે 10 મેટ્રિક ટન છે અને તેનો ટર્નઓવર 2 થી 5 કરોડ રૂૂપિયા સુધીનો છે.