ગુજરાત
સાળંગપુરમાં બુધવારે અમિત શાહના હસ્તે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ
હનુમાનજી મંદિરના પરિસરમાં રાજ્યનું પહેલું 1100 રૂમનું યાત્રિક ભવન સેવન સ્ટાર હોટેલને પણ ટક્કર મારે એવું
વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી રાજમહેલ જેવા ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું કરાયું નિર્માણ
સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂૂમવાળું 1100 રૂૂમનું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. આ 8 ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ 1008 રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્તે 31 ઓક્ટોબર 2024ના રોજ થશે. મહત્ત્વનું છે કે, હરિપ્રકાશદાસજી સ્વામી સંકલ્પથી તથા કોઠારીસ્વામીશ્રી વિવેકસાગરદાસજી-અથાણા વાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે.
સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદા ના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે.
જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં ક્ધસ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.
રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિબ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી. બિલ્ડીંગમાં એન્ટર થતા જ ઇન-આઉટ માટે બે રેમ્પ બનાવ્યા છે. જ્યાંથી અંદર પ્રવેશતા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન એરીયા બનાવ્યું છે.
અહીંથી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ 1000થી વધુ રૂૂમ અવેલેબલ છે. જેમાં 500 અઈ અને 300 નોન અઈ રૂૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂૂમ. યાત્રિકો પોતાના રૂૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા પણ છે.
શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આખા બિલ્ડિંગમાં એક સાથ એક રૂૂમમાં પાંચ એમ 1000થી વધુ રૂૂમમાં 5,000 થી વધુ લોકો આરામથી રહી શકશે. આ બિલ્ડિંગમાં 400 અઈ રૂૂમ દીઠ એકનું મેનઇટનન્સ ભાડુ 1500 રૂૂપિયા અને 300 નોન અઈ રૂૂમ 800 રૂૂપિયા રહેશે. જેમાં એક-એક રૂૂમમાં ચાર સિંગલ બેડ અને એક ગાદલુ, રજાઈ અને ઓશીકું અને ખુરશી પણ આપવામાં આવશે. તો 45 સ્યૂટ રૂૂમ દીઠ એકનું મેઈન્ટનન્સ ભાડુ 3 હજાર રૂૂપિયા હશે.
જેમાં દરેક રૂૂમમાં 4 સિંગલ બેડ અને એક ડબલ બેડ, ટેબલ અને ખુરશી વીથ ફર્નિચર હશે. હરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું કે, સાળંગપુરમાં વિશ્વનુ આધ્યાત્મ જગતનું અને ગુજરાતનું ભવ્યાતિભવ્ય 1100 રૂૂમવાળું શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહ, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, વડીલ સંતો અને વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા 31 ઓક્ટોબર 2024ના રોજ કરાશે.. હરિપ્રકાશદાસજી સ્વામીએ શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈન અંગે ખાસ જણાવ્યું કે, ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની ડિઝાઈનમાં વૈદિક અને વિજ્ઞાનિક લોજિક છે. પહેલી પતંગિયાની વિશેષતા છે કે, શાંતિનું પ્રતિક છે, તે ક્યારેય કોઈને કોઈ જાતનો ઉપદ્રવ કરતું નથી. બીજી પતંગિયાની વિશેષતા છે કે, તે પ્રકાશનો પૂજારી છે પ્રકાશમાં પતંગિયાને આકર્ષણ છે તે અંધકારનો પૂજારી નથી. ત્રીજી પતંગિયાની વિશેષતા છે કે, પંતગિયું સુગંધનું ચાહક છે. ચોથી પતંગિયાની વિશેષતા છે કે, તે અતિ સુંદર છે. પતંગિયું એટલું બધું સુંદર છે કે, ભગવાને તેને એટલું મસ્ત બનાવ્યું છે.
ક્યારેય પતંગિયાએ કોઈને હેરાન કર્યા હોય એવો એકપણ દાખલો અત્યારસુધી નથી. એટલે અમે આ મુજબ વિચાર્યું કે, પતંગિયું શાંતિનું પ્રતિક છે,પંતગિયું પ્રકાશનું પૂજારી છે, પતંગિયું સુંદરતાનું પ્રતિક છે અને પતંગિયું સુગંધનું ચાહક છે. એટલે જે કોઈ ભક્ત આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આવે તેના માટે અમે એવું વિચાર્યું છે કે, એના માટે અમે એવું વિચાર્યું છે કે, તેમને પ્રકાશ, શાંતિ, સુગંધ અને પ્રકાશ મળે. કારણ કે, દાદાના દરબારમાં આવે તે કોઈ દિવસ અંધકાર કે, અંધશ્રદ્ધાનો પૂજારી હોય જ નહીં. તે શ્રદ્ધા, વિશ્વાસ, આત્નનિષ્ઠા અને ભક્તિ જેનામાં હોય એ જ દાદાના દરબારમાં આવે છે. હું ગેરંટી આપીને કહું છું કે, દાદાના દરબારમાં હર વ્યક્તિ કા વિશ્વાસપૂર્ણ હોતા હૈ.
અદ્યતન પાર્કિંગની અભૂતપૂર્વ વ્યવસ્થા
શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલા મુખ્ય ગેટથી કરી શકાશે નહીં. અહીં પાર્કિંગ પણ ખૂબ જ વિશાળ છે. જેમાં 2500થી વધુ કાર, 1 હજાર ટુવ્હીલર અને 50 બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ પાર્કિંગ બિલ્ડીંગની બંને બાજુ બનાવવામાં આવ્યા છે.
તા.7 થી 15 નવેમ્બર દરમિયાન એસટીની વધુ બસો દોડાવવા રજૂઆત
વડતાલધામ ખાતે 7/11/2024 થી 15/11/2024 ના રોજ લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ સ્વયાતીભવ્ય આયોજન કરવામા આવ્યુ છે. 800 વિધાના સમિયાળામા આયોજિત મહોત્સવમા 50000 લોકોનો સભામંડપ, પ્રતિદીન 5 લાખ લોકોને મહાપ્રસાદનો લાભ, 40 વિઘામા સાંસકૃતીક પ્રદર્શન” થી આવનાર લોકોને ભજન, ભોજન અને મનોરંજન પિરસવાના પ્રયત્નો છે.નનત્યારે, દરરોજ લગભગ 5 લાખ લોકો અપેક્ષીત હોય ત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેર તેમજ જીલ્લાઓ જામનગર, જેતપુર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ-ભૂજ સહિત અનેક વિસ્તારોમાં સત્સંગી હરિભક્તોનો લાખોની સંખ્યામા મોટો વસવાટો રહેતો હોય તેમજ સંપ્રદાયના વિવધ મંદિરો સૌરાષ્ટ્ર તરફ હોય ત્યારે સંતો- મહંતો, સ્વયંસેવકો ને વડતાલ આવવા-જવા માટેની વ્યવસ્થા નિશ્ચિત થાય તે રીતે એસ.ટી. બસ ડેપોના તમામ સેન્ટરો પર વિભાગના જવાબદાર અધિકારીઓને ત્વરીત જરૂૂરી સુચનાઓ આપવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો અને હરિભક્તોના વિશાળ હિતમાં ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીએ વાહન વ્યવહાર મંત્રીને રજુઆત કરી છે.
યાત્રિક ભવનમાં વૈભવી સુવિધાઓ
શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં દરેક ફ્લોરમાં 6-6 પાણીની પરબ અને કોમન ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીનની વ્યવસ્થા કરાઈ છે. આ કેન્ટીનની સાઈઝ 12 હજાર સ્ક્વેર છે. જેમાં 200 લોકો સ્વખર્ચે નાસ્તો કરી શકશે. મહત્વનું છે કે નૂતન ભોજનાલયમાં ભક્તો અને યાત્રિક નિશુલ્ક નાસ્તો અને ભોજન પ્રસાદ લઈ શકશે. આ આખા બિલ્ડિંગના ફ્લોરની અલમોસ્ટ મશીન દ્વારા સફાઈ કરશે. આ બિલ્ડિંગમાંથી એક લોન્ડ્રી રૂૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ 100 લોકોના સ્ટાફથી ઓપરેટ થશે.