ગોંડલના મોટા દડવાના ખેડૂતે વ્યાજખોરને 21 લાખ સામે 46 લાખ ચૂકવ્યા છતાં ધમકી

ગોંડલ પથંકમાં ગેરકાયદેસર નાણાંની ધીરધાર અને વ્યાજખોરીની દૂષણે ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રહેતા 30 વર્ષીય યુવાન ખેડૂત મહેશભાઈ ખોડાભાઈ…

ગોંડલ પથંકમાં ગેરકાયદેસર નાણાંની ધીરધાર અને વ્યાજખોરીની દૂષણે ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રહેતા 30 વર્ષીય યુવાન ખેડૂત મહેશભાઈ ખોડાભાઈ સુસરાને ખેતીકામ માટે નાણાંની તાતી જરૂૂરિયાત ઊભી થતાં, તેઓ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાવી લાયસન્સ વગર માસિક 10 ટકા જેટલા તગડા વ્યાજદરે નાણાં આપીને પઠાણી ઉઘરાણી કરતા બે શખ્સો વિરૂૂદ્ધ આટકોટ પોલીસ મથકે વિધિવત રીતે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

ખેડૂત મહેશભાઈ ખોડાભાઈ સુસરાએ પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2023માં પિતાથી અલગ થયા બાદ ખેડૂત મહેશભાઈ સુસરાને વાવેતર, બિયારણ અને ખેતીના અન્ય ખર્ચાઓ પહોંચી વળવા માટે ઓક્ટોબર 2024થી ગામના જ વિશાલભાઈ ધમાભાઈ ચાવડા પાસેથી કટકે-કટકે રૂૂ. 16,72,200 માસિક 10% ના વ્યાજે લીધા હતા. આ રકમની ચૂકવણીના ભારણને હળવું કરવા માટે તેમણે પોતાના સંબંધી ગોપાલભાઈ ભોપાભાઈ રાતડીયા (રહે. સોમલપર, તા. જસદણ) પાસેથી પણ કટકે-કટકે રૂૂ. 4,38,500 સમાન વ્યાજદરે લીધા હતા. આમ, ખેડૂતે બંને શખ્સો પાસેથી કુલ રૂૂ. 21,10,700/ મેળવ્યા હતા.

ભોગ બનનાર ખેડૂતે પોતાની આર્થિક નબળી પડતા પ્રામાણિકતા દાખવી, સરધાર સ્થિત આઈઆઈએફએલ બેંકમાં સોનાના ઘરેણાં ગીરો મૂકી રૂૂ. 24,55,000 ની લોન લીધી હતી તેમજ ખેતીની તમામ આવક ભેગી કરી હતી. તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મોટા દડવા શાખાના ખાતા મારફતે તથા રોકડા મળીને આરોપી વિશાલ ચાવડાને કુલ રૂૂ. 29,09,700 અને આરોપી ગોપાલ રાતડીયાને કુલ 17,81,000 ચૂકવી દીધા હતા. આમ, મૂળ રકમ કરતાં બમણી એટલે કે કુલ રૂૂ. 46,90,700 ની માતબર રકમ ચૂકવી દેવાઈ હોવા છતાં વ્યાજખોરોની લોભવૃત્તિ શાંત થઈ નહોતી.

આરોપી વિશાલ ચાવડા વધુ 7,50,000 તથા ગોપાલ રાતડીયા 5,50,000 ની પેનલ્ટી અને વ્યાજ સહિતની ગેરકાયદેસર ઉઘરાણી માટે ખેડૂતને અવારનવાર ફોન પર તેમજ રૂૂબરૂૂમાં ધમકી આપતા હોય વ્યાજખોરોના આ અસહ્ય ત્રાસ અને આતંકથી કંટાળીને આખરે પરિવારે હિંમત આપતા, ખેડૂતે આટકોટ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુજરાત નાણાધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.