કંપનીમાં સાથે નોકરી કરતી યુવતી અને તેના ભાઈ અને પતિએ નફાની લાલચ આપી ભાગીદાર બનાવી શીશામાં ઉતાર્યો
ગોંડલના ભોજપરા ગામની સીમમા રીધ્ધી ડીસ્પ્લે ઇકવીપમેન્ટ પ્રા. લીમીટેડ નામની કંપનીમાં નોકરી કરતા યુવાનને એકસપોર્ટ ઇમ્પોર્ટમાં રોકાણ કરી ઉચા વળતારની લાલચ આપી રૂૂ.1.37 કરોડની છેતરપિંડી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ કંપનીમાં નોકરી કરતી યુવતી અને પતિ અને તેના ભાઈ સામે ગુનો નોંધાયો છે.મળતી વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ જય સરદાર રેસીડેન્સી ””સી” શીવમ કોમ્પ્લેક્સની બાજુમા રહેતા અને ભોજપરા ગામની સીમમા રીધ્ધી ડીસ્પ્લે ઇકવીપમેન્ટ પ્રા. લીમીટેડ નામની કંપની મા છેલ્લા 11 વર્ષ થી નોકરી કરતા કોમ્પ્યુટર એન્જીનીયરીંગ રવિભાઈ કેશવભાઈ રામોલીયા (ઉવ. 31)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી વર્ષ 2018માં તેની સાથે નોકરી કરતી સોનલબેન જગદીશભાઇ દુધાત્રા તેમજ તેના ભાઈ ઉત્સવ જગદીશભાઇ દુધાત્રા અને પતિ ઉર્વિશ પટેલનું નામ અપ્યુ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ સોનલબેન દુધાત્રા રીધ્ધી ડીસ્પ્લે ઇકવીપેમેન્ટ કંપની માંથી નોકરી છોડી બીજી કંપનીમા જતા રહેલ હતા અને નોકરી છોડીયા બાદ રવી સાથે તેને અવાર નવાર ફોનમા વાતચીત થતી હતી.
અને સને-2020 મા સોનલ એક દીવસ ઘરે આવેલ અને રવી તથા તેના બાપુજીને વાત કરેલ કે હુ તથા મારો ભાઇ ઉત્સવ અમે બન્નેએ ગોંડલમા એકસપોર્ટ ઇમ્પોર્ટનુ ચાલુ કરેલ છે અને અમને 8 થી 10 ટકા જેવુ પ્રોફીટ મળે છે પરંતુ હાલે અમારી પાસે પૈસા નથી તમે રોકાણ કરો તો અમે તમને 4% નફો આપશુ જેથી મે આ સોનલબેનના કહેવા થી રૂૂ.1 લાખ રોકાણ કરેલ બાદ ત્રણ મહીના સુધી માસીક 4% લેખે સમયસર નફો આપેલ અને સોનલબેને કહેલ કે તમે રોકાણ વધારો જેથી રવી રોકાણની રકમ વધારતો ગયો અને ધીરે ધીરે એકાદ વર્ષમા રૂૂ.25 લાખ જેટલુ રોકાણ કરેલ ત્યારે પણ રવીને સમયસર 4% નફો આપેલ અને જે બાદ આ સોનલ પટેલે રવીને જણાવેલ કે તમે વધારે રોકાણ કરશો તો તમને વધારે નફો મળશે તેમ કહેલ જેથી રવીએ આ વાત તેના બાપુજીને કરતા બાપુજીએ હા પાડતા રવીએ તેનું મકાન તથા એક શેડ વેચી પાછા રૂૂ.60 લાખ રૂૂપીયા સોનલબેન તથા તેના ભાઈ ઉ ત્સવને આપેલ બાદ આ સોનલે રવીને હજી થોડુ વધારે રોકાણ કરવા લલચાવી એકી સાથે પ્રોફીટ આપી દેશુ જતે કહેતા રવીએ વધુ રૂૂ.15 લાખ તેના બનેવી પાસે થી તથા 15 લાખ રૂૂપીયા સાઢુભાઇ પાસે થી લઇ વધુ રૂૂ.30 લાખ નુ અને એક પ્લોટ વેચીને બીજા રૂૂ.30 લાખનું રોકાણ કર્યું હતું.
આ તમામ રકમ સને 2020 થી 2023 સુધી આપેલ હતી દરમ્યાન સને 2021 મા આ સોનલના લગ્ન થયેલ અને લગ્નમા રવીને કંકોતરી પણ આપેલ હતી રવી તેના લગ્નમા પણ ગયેલ હતો અને લગ્ન પહેલા સોનલ તથા તેનો ભાઇ ઉત્સવ જગદીશભાઇ દધાત્રા સાથે જ હતા અને ઘણી વખત રોકાણના પૈસા આ ઉત્સવ રવી પાસે રોકડા લેવા પણ આવતો હતો અને સોનલના લગ્ન બાદ તેના પતિ ઉવીસભાઇ પણ આ ધંધામા સાથે સામેલ થયો હતો.
ને સને 2021 થી 2023 સુધી આ બન્ને જણા દુબઈ જતા રહેલ હતા અને ત્યાંથી જ એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો બીઝનેશ કરતા હતા અને ભારતની અંદર તેનો ભાઇ ઉત્સવ આ લોકોનો વહીવટ સંભાળતો હતો અને આ લોકો શું એ કસપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરતા તેની રવીને કાંઇ ખબર નથી અને રવી આ લોકો તેના ધંધામા પૈસા રોકવાનુ કહેતા ત્યારે તેમના ખાતામા કટકે કટકે રૂૂપીયા જમા કરાવવાનુ કહેતા પેઢીમા કુલ રૂૂ.1,37,48,400 રોકાણ કર્યા બાદ આ રકમના નફા પેટે રૂૂ. 60, 11, 141 સને-2023 સુધીમા પરત કરેલ હતા અને જે બાદ આ લોકો નફો આપતા ન હોય કે જેથી પોલીસ ફરીયાદ કરવાનું કહેતા આ લોકોએ બે વાર રવીના ખાતા મા રૂૂ.50,000 જમા કરાવેલ ધંધામા રવીએ રોકેલ મૂડી રૂૂ.1,37, 48,400 પરત નહી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

