Site icon Gujarat Mirror

ગોંડલના દેવડા ગામે અજાણ્યા વ્યક્તિને બચાવવા જતા બાઇક સ્લિપ થયું, ચાલક વૃધ્ધનું મોત

oplus_2097152

ગોંડલના દેવડા ગામે રહેતા વૃધ્ધ પોતાનુ બાઇક લઇ જતા હતા ત્યારે સુલતાન પુર નજીક અજાણ્યા વ્યકિતને બચાવવા જતા બાઇક સ્લીપ થયુ હતુ અને ત્યા આ ચાલક વૃધ્ધ ગંભીર રીતે ઘવાતા તેમને હોસ્પીટલે ખસેડવામા આવતા તેમનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતુ.

વધુ વિગતો મુજબ ગોંડલનાં દેવડા ગામે રહેતા અને ખેતી કામ કરતા ઘનશ્યામભાઇ વાલજીભાઇ ગોંડલીયા નામનાં પટેલ વૃધ્ધ પોતાનુ બાઇક લઇ સુલતાન પુરથી દેવડા ગામે પોતાનાં ઘર તરફ આવતા હતા ત્યારે રસ્તામા એક વ્યકિત આડો ઉતરતા તેમને બચાવવા જતા બાઇક સ્લીપ થયુ હતુ અને ઘનશ્યામભાઇને ગંભીર ઇજાઓ થતા રાજકોટ સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા જયા તેઓનુ સારવારમા મોત થયુ હતુ. તેઓને સંતાનમા એક પુત્ર અને પુત્રી છે તેમજ પોતે ખેતી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. ઘનશ્યામભાઇનાં મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે.

Exit mobile version