ક્રાઇમ

ગોંડલની મહિલા સાથે ઓનલાઇન ઊંચા રિટર્નની લાલચ આપી 2,15,000ની છેતરપિંડી

Published

on

ટેલિગ્રામ ઓનલાઇન રીના ઇડી નામના એકાઉન્ટ સંચાલકે અલગ અલગ ટાસ્ક પૂરા કરવાનું જણાવી છેતરપિંડી કરી


ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ગોંડલની મહિલા પણ તેનો ભોગ બનવા પામ્યો છે અને તેને આર્થિક રૂૂ. 215000 ગુમાવવા પડતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરની ગુંદાળા ચોકડી પાસે આવેલ ઉર્જા રેસીડેન્સીમાં રહેતા લતાબેન કલ્પેશભાઈ કવાડ ને ટેલિગ્રામ ઓનલાઈન રીના ઇડી નામના એકાઉન્ટ સંચાલકે ઊંચા રિટર્ન આપવાની લાલચ આપી અલગ અલગ ટાસ્ક પૂરુ કરવાનું જણાવતા ઓનલાઇન રૂૂ. 215000 ગુમાવતા છેતરપિંડી નો ભોગ બન્યા નું જણાતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીના ઇડીના સંચાલક વિરુદ્ધ ભારતીય સંહિતા 2023 કલમ 318 , ધિ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 66 મુજબ ગુનો નોંધી કાર્યવાહી પી.આઈ જેપી ગોસાઈએ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version