બગદાણામાં અર્ધશતાબ્દી મહોત્સવ, 25 લાખ ભાવિકો ઉમટશે

છ દિવસના મહોત્સવ માટે 1500 વિઘા જમીન ઉપર વિશાળ આયોજન, 750 વિઘામાં પાર્કિંગની વ્યવસ્થા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બજરંગદાસ બાપાની તપોભૂમિ એવા બગદાણા ગુરુ આશ્રમે…

છ દિવસના મહોત્સવ માટે 1500 વિઘા જમીન ઉપર વિશાળ આયોજન, 750 વિઘામાં પાર્કિંગની વ્યવસ્થા

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બજરંગદાસ બાપાની તપોભૂમિ એવા બગદાણા ગુરુ આશ્રમે આગામી તા. 20 થી 25 જાન્યુઆરીએ 1500 વીઘામાં ઐતિહાસિક ’અર્ધશતાબ્દી મહોત્સવ’નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને લઈને બે માસ પૂર્વેથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં 28 જેટલી અલગ-અલગ સમિતિઓના અંદાજિત 45 હજાર સ્વયંસેવકો રાત-દિવસ કામે લાગ્યા છે.આ સાત દિવસના ભવ્ય મહોત્સવમાં 25 લાખથી વધુ ભક્તો ઊમટી પડશે. જેમના માટે ત્રણ ટાઈમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના માટે 2.26 લાખ કિલો ઘઉંનો લોટ અને 500 ચુલા ભક્તો માટે રસોઈ બનાવવામાં આવશે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું બગદાણા ગુરુ આશ્રમ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. બજરંગદાસ બાપાની 50મી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે આ પવિત્ર ધામે બજરંગદાસ સીતારામ સનાતન સંસ્થાન દ્વારા આગામી તા. 20 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન અર્ધશતાબ્દી મહોત્સવ યોજાનાર છે.મહોત્સવની ભવ્યતાને ધ્યાનમાં રાખીને બે માસ પૂર્વેથી જ તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. મહોત્સવ દરમિયાન અતિમહાવિષ્ણુ યજ્ઞ, ધર્મસભા અને સંતવાણી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં બાપાના ભક્તો જોડાવાના હોવાથી વિશાળ ડોમ, રહેવાની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા તેમજ મહાપ્રસાદ માટે ખાસ ભોજનશાળા તૈયાર કરવામાં આવી રહી છે.

તિથિ નિમિત્તે યોજાનારા આ મહોત્સવમાં અંદાજિત 25 લાખ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે, જેના સંચાલન માટે 3 શિફ્ટમાં અંદાજિત 45,000 સ્વયંસેવકો કાર્યરત રહેશે. આ ઉપરાંત દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ માટે 750 વીઘામાં પાર્કિંગ વ્યવસ્થા, અંદાજિત 2 લાખ લોકો એકસાથે મહાપ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા તેમજ મેડિકલ સુવિધા ઊભી કરવામાં આવશે. સાથે જ દર્શનાર્થીઓની સુરક્ષા માટે અંદાજિત 500થી વધુ સીસીટીવી કેમેરા તેમજ 24 કલાક કંટ્રોલ રૂૂમ કાર્યરત કરવામાં આવશે.અર્ધશતાબ્દી મહોત્સવ દરમિયાન આ કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ કરવા બગદાણા ધામ ટ્રસ્ટ દ્વારા અંદાજિત 28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. મહોત્સવ માટે 1500 વીઘામાં યજ્ઞશાળા, ધર્મસભા અને ભોજનશાળા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. દર્શનાર્થીઓ માટે દર્શન, પાણી, પાર્કિંગ, ઉતારા, સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષા જેવી તમામ જરૂૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવનાર છે.