નાણાવટી ચોકમાં ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતી વખતે પટકાયેલા સોની વેપારીનું મોત

શહેરમાં નાણાવટી ચોક પાસે આવેલ નાઈ એવન્યુમાં રહેતા સોની વેપારી પોતાના ઘરે ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતા હતા ત્યારે અકસ્માતે નીચે પટકાયા હતા ગંભીર રીતે…

શહેરમાં નાણાવટી ચોક પાસે આવેલ નાઈ એવન્યુમાં રહેતા સોની વેપારી પોતાના ઘરે ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતા હતા ત્યારે અકસ્માતે નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા બંગાળી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નાણાવટી ચોકમાં આવેલ નાઈ એવન્યુમાં રહેતા સુભેંદુ ઉર્ફે રાજ નિમાઈ બાર નામનો 40 વર્ષનો યુવાન સવારના દરેક વાગ્યાના સમયે પોતાના ઘરે ત્રીજા માળે હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક સુભેંદુ ઉર્ફે રાજ મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે સુભેન્દુ ઉર્ફે રાજ સોની બજારમાં સોની કામની દુકાન ધરાવે છે અને પોતાના ઘરે મજુર ગ્રીલ ફીટ કરતો હતો ત્યારે સુભેન્દુ ઉર્ફે રાજ ગ્રીલ પકડીને ઉભો હતો તે દરમિયાન તેનો પગ લપસી જતા ત્રીજા માળેથી પટકાતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.