Site icon Gujarat Mirror

સોનામાં રૂા.2000 અને ચાંદીમાં 7500નો વધારો

ગઈકાલે રાત્રે સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયા બાદ આજે સોના-ચાંદીમાં તેજી સાથે શરૂઆત થઈ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સંધી અને વાતચીત થવાના સમાચાર તેમજ વૈશ્ર્વિક બજારમાં પોઝીટીવ સંકેત વચ્ચે આજે સોના-ચાંદીમાં તેજી જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે સોનામાં રૂા. 2000 અને ચાંદીમાં રૂા.7500નો વધારો નોંધાયો હતો.

જો કે ગત મધરાત્રે ચાંદી 10,000 તુટીને 2,29,450 સુધી પહોંચ્યો હતો અને સોનુ પણ ઘટીને રૂા.1,51,700 થઈ ગયો હતો. પરંતુ આજે મજબૂત સંકેતોની વચ્ચે સોના-ચાંદીની આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના પગલે સોનુ અને ચાંદી ઉંચકાયા હતાં. અત્યારે સોનુ 1,53,400 પર વાયદા બજારમાં ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 7220 રૂા. વધીને હાલ વાયદા બજારમાં ચાંદીનો ભાવ 236450 પર પોંહચ્યો છે. જ્યારે રાજકોટમાં ચાંદી ચોરસાનો ભાવ 240945 અને ચાંદી 999નો ભાવ 247450 પર જોવા મળી રહ્યો છે.

જોકે શેર બજારમાં આજે સેન્સેકસ 200 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યો છે. જયારે નિફટી 52 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસની તેજી બાદ આજે ફરી વખત આઇટી ઇન્ડેકસમાં વેચવાલી જોવા મળી રહી છે. જેના પગલે ઓરેકલ, વિપરો, ઇન્ફોસીસ, ટીસીએસ જેવા દિગ્ગજ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Exit mobile version