વૈભવ સૂર્યવંશીને આરામ નહીં પણ સતત રમવાની તક આપો

ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ.શિવરામકૃષ્ણનનું નિવેદન ભારતના ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ શિવરામકૃષ્ણનનું માનવું છે કે 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આરામ આપવાને બદલે સતત રમવાની તક આપવી જોઈએ…

ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ.શિવરામકૃષ્ણનનું નિવેદન

ભારતના ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ શિવરામકૃષ્ણનનું માનવું છે કે 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આરામ આપવાને બદલે સતત રમવાની તક આપવી જોઈએ જેનાથી તે વિવિધ પરિસ્થિતિઓમાં અનુભવ મેળવી શકે અને તેની ભૂલોમાંથી શીખી શકે.

માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનાર સૂર્યવંશીએ પોતાની પહેલી મેચમાં 10 બોલમાં બે છગ્ગા ફટકારીને 14 રન ફટકાર્યા હતા. 1983માં વેસ્ટ ઈન્ડિઝ સામે 17 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનાર શિવરામકૃષ્ણનનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટે સૂર્યવંશીમાં વિશ્વાસ દર્શાવ્યો હોવાથી તેને પૂરતી તકો આપવી જોઈએ. શિવરામકૃષ્ણને કહ્યું હતું કે, “તેને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સતત તકો મળવી જોઈએ.

ટીમમાં એક યુવા ખેલાડીનો સમાવેશ કરવાનો અને પછી તેને આરામ આપવાનો કોઈ અર્થ નથી. તેને હવે આરામની જરૂૂર નથી. તેણે આખું વર્ષ રમવું જોઈએ. એક બેટ્સમેન તરીકે તેને બોલરો જેવા જ ફિટનેસ મેનેજમેન્ટની જરૂૂર નહીં પડે. લાંબા સમય સુધી બેટિંગ કરવાથી તેની એકાગ્રતા અને માનસિક શક્તિમાં પણ સુધારો થશે,”