Site icon Gujarat Mirror

’10 કરોડ આપો નહીં તો…’ સિંગર બી પ્રાકને બિશ્નોઈ ગેંગે આપી ધમકી

 

સિંગર બી. પ્રાકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લોરેન્સ ગેંગે સિંગર બી. પ્રાક ધમકી આપી છે અને દસ કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ ઓડિયો રેકોર્ડિંગ 6 જાન્યુઆરીના બપોરે પંજાબી ગાયક દિલનૂરને મોકલવામાં આવ્યું હતું. દિલનૂરને અગાઉ 5 જાન્યુઆરીએ બે કોલ આવ્યા હતા, પરંતુ તેણીએ જવાબ આપ્યો ન હતો. 6 જાન્યુઆરીના રોજ વિદેશી નંબર પરથી બીજો કોલ આવ્યો હતો.

દિલનૂરની ફરિયાદ મુજબ, તેણે કોલ રિસીવ કર્યો હતો, પરંતુ જ્યારે વાતચીત વિચિત્ર લાગવા લાગી, ત્યારે તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધું. ત્યારબાદ ગાયકને એક વોઇસ મેસેજ મોકલવામાં આવ્યો, જેણે આ મામલે મોહાલીમાં ફરિયાદ નોંધાવી છે.

બી. પ્રાકને ધમકી આપનાર કોલરે પોતાનું નામ આરજુ બિશ્નોઈ રાખ્યું. અર્જુ બિશ્નોઈ, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે અને વિદેશમાં છુપાયેલ છે, તેણે ફોન પર કહ્યું, “હેલો હું આરજુ બિશ્નોઈ બોલું ચુ. બી પ્રાકને મેસેજ કરો કે અમને દસ કરોડ રૂપિયા જોઈએ છે. તમારી પાસે એક અઠવાડિયાનો સમય છે. તમે ગમે તે દેશમાં જાઓ. આસપાસ કોઈ પણ સાથે મળ્યું તો નુકસાન પહોંચાડીશું. અને આને કોઈ ફેક કોલ ન સમજતો. જો મારી સાથે સંમત છે તો ઠીક છે, નહીંતર એને કે મારી નાખીશું’

સંદેશ મળ્યા પછી, દિલનૂરે 6 જાન્યુઆરીએ મોહાલીના SSPને લેખિત ફરિયાદ નોંધાવી હતી, અને હાલમાં તપાસ ચાલી રહી છે.

બી. પ્રાકનું બોલીવુડમાં એક અગ્રણી નામ છે. તેમનું સાચું નામ પ્રતીક બચ્ચન છે. તેઓ તેમના ભાવનાત્મક અને હૃદયસ્પર્શી અવાજ માટે જાણીતા છે. તેમણે સંગીત નિર્માતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પછી “મન ભાર્ય” થી ગાયક બન્યા અને “કેસરી,” “ગુડ ન્યૂઝ,” અને “શેરશાહ” જેવી ફિલ્મોમાં ગાયું.

 

Exit mobile version